ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી મેટ્રોના સ્ટાફ ક્વાર્ટરમાં લાગી ભીષણ આગ, પતિ-પત્ની અને માસૂમની સળગેલી લાશ મળી

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં આવેલા દિલ્હી મેટ્રો સ્ટાફ ક્વાર્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં પતિ, પત્ની અને એક માસૂમ બાળકનું દુઃખદ મોત થયું છે. ત્રણેયના મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.

શું છે આખો મામલો?

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને DMRC ક્વાર્ટર્સમાં ઘરવખરીના સામાનમાં આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો, ત્યારબાદ આગ ઓલવવા માટે છ વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ પાંચમા માળે લાગી હતી. જ્યારે ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે તેમને ત્રણ લોકોના મૃતદેહ બળી ગયેલા જોવા મળ્યા.

મૃતકોની ઓળખ 42 વર્ષીય અજય, 38 વર્ષીય નીલમ અને 10 વર્ષીય જાન્હવી તરીકે થઈ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ સમગ્ર ઘટના દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં બની હતી. DMRC ક્વાર્ટર્સ મજલિસ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે આવેલા છે. આ ઘટનામાં પતિ, પત્ની અને એક બાળકનું દાઝી જવાથી મોત થયું છે.

આ પણ વાંચો: 5000ની સાડી 500 રુપિયા: ઓફર સાંભળી દુકાનમાં મહિલાઓએ પડાપડી કરી, 3 મહિલા બેભાન થઈ ગઈ

Back to top button