ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોંમાં મરચું ભરીને છોકરી પર અત્યાચાર કરનાર આરોપીના ઘર ઉપર ફર્યું બુલડોઝર

મધ્ય પ્રદેશ, 21 એપ્રિલ: હાલમાં જ મધ્યપ્રદેશના ગુનામાં એક હ્રદય કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક માથાફરેલા માણસે મકાન હડપવા માટે એક છોકરીને બંધક બનાવીને તેના પર બહુ ખરાબ રીતે ત્રાસ ગુજાર્યો હતો. આ માથાફરેલા માણસે પહેલા તો છોકરીને બંધક બનાવી પછી આંખોમાં લાલ મર્ચું નાંખ્યું, મોંઢામાં મરચું ભરીને હોઠ ફેવિક્વિકથી ચોટાડી દીધા હતા. આ ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથધરી હતી. આજે પ્રશાસને આરોપી અયાન પઠાણના ઘર પર બુલડોઝર ફેરવ્યું છે.

આરોપીના ઘર પર પ્રશાસને ફેરવ્યું બુલડોઝર

ગુનામાં આરોપી અયાન પઠાણના ઘરે પ્રશાસન દ્વાર આજ રોજ (21 એપ્રિલ) બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી, તેણે એક મહિના સુધી એક છોકરીને પોતાના ઘરમાં બંધક બનાવી હતી. આ દરમિયાન તેણે 17મી એપ્રિલની રાત્રે છોકરાને ખૂબ માર માર્યો હતો અને તેણે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ યુવતીએ જણાવ્યું હતું કે અયાન પઠાણે તેને એક મહિના સુધી બંધક બનાવી હતી. આ ઉપરાંત તેણે તેને બેહોશ ન થઈ ત્યાં સુધી માર માર્યો હતો, ત્યાર બાદ તેણે છોકરીની આંખોમાં તેમજ તેના મોંમાં મરચાનો પાવડર નાખ્યો અને ત્યાર પછી તેના હોઠ પર ફેવિકવિકથી તેના હોઠ ચોટાડી દેવામાં આવ્યા હતા.

 

આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે ફરિયાદ પોલીસ સુધી પહોંચી તો પોલીસે તાત્કાલિક કેસ નોંધીને આરોપી અયાન પઠાણ સામે તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેને તેના ઘરે લઈ ગઈ, જ્યાંથી ફેવીક્વિક, બેલ્ટ અને પ્લાસ્ટિકની પાઈપ મળી આવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અયાન પઠાણનું ઘર 375 ફૂટ સરકારી જમીન પર છે.

પાલિકાએ ઘર પર નોટિસ આપી હતી

અયાન પઠાણના ઘરે પાલિકા દ્વારા નોટિસ ચોંટાડવામાં આવી હતી. જેને લઈને આજે પોલીસ પ્રશાસને અયાન પઠાણના ઘરના ગેરકાયદેસર ભાગ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

પીડિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

અધિકારીઓનું કહેવું છે કે આ મકાન બનાવટી દસ્તાવેજોના આધારે સરકારી જમીન પર બનાવવામાં આવ્યું હતું. આરોપી અયાન પઠાણે જે યુવતી પર અત્યાચાર ગુજાર્યો હતો તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતાની ડાબી આંખને નુકસાન થયું છે. આરોપીએ તેની આંખ અને મોઢામાં મરચાં નાંખ્યા હતા અને તેના હોઠને ફેવિકવિકથી ચોંટાડી દીધા હતા.

આ પણ વાંચો: ગર્ભવતી પત્નીને ખાટલા સાથે બાંધીને…પતિની આવી ક્રુરતા સામે ચારે તરફ ધિક્કાર

Back to top button