ગુજરાતટ્રેન્ડિંગધર્મનેશનલવિશેષસંવાદનો હેલ્લારો

ગુજરાતમાં વસતા એક બિહારીએ માતા-પિતાની ઈચ્છા પૂરી કરવા વતન છપરામાં બનાવ્યું ભવ્ય પરંપરાગત મંદિર

છપરા, 11 જુલાઈ, 2025: A Bihari living in Gujarat built a grand traditional temple ગુજરાતમાં સ્થાયી થયેલા એક વ્યવસાયીએ એક એવું કામ કરી બતાવ્યું છે જેનાથી ગુજરાતની સાથે બિહાર પણ ગૌરવ અનુભવી શકે. વાત એમ છે કે, બિહારના છપરા જિલ્લાના નૈની ગામમાં એક અત્યંત સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર હવે શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ખાસ વાત એ છે કે આ મંદિરનું નિર્માણ કોઈ ટ્રસ્ટ કે સંસ્થાએ નહીં, પરંતુ એક પુત્રએ પોતાના માતા-પિતાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે જાતે જ તૈયાર કરાવ્યું છે. આ મંદિરના નિર્માણમાં આશરે 9 થી 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે.

આ મંદિરની એક અન્ય વિશેષતા એ છે કે તેના નિર્માણમાં ન તો સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ન તો લોખંડની સળિયા કે રેતીનો. મંદિર સંપૂર્ણપણે પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે, જે આગરા, રાજસ્થાન, કેરળ જેવાં રાજ્યોમાંથી મંગાવવામાં આવ્યા છે. મોંઘા અને મજબૂત પથ્થરોમાંથી બનેલું આ મંદિર વાસ્તુકલા અને કારીગરીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ મંદિર ‘નૈની દ્વારકાધીશ મંદિર’ તરીકે ઓળખાય છે અને તેની પ્રસિદ્ધિ દિવસેને દિવસે વધી રહી છે.

આ પણ વાંચોઃ ગંભીરા બ્રિજ ઘટનાઃ સમિતિએ પ્રાથમિક અહેવાલ આપ્યો, જાણો શું તારણ કાઢ્યું?

આ ભવ્ય મંદિરમાં પાંચ મુખ્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે- ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ), મા દુર્ગા, ગણેશજી, ભગવાન શિવ અને બજરંગબલી (હનુમાનજી). શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી અહીં દર્શન માટે આવે છે. હવે તો બિહાર ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવા અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં પહોંચવા લાગ્યા છે.

આ મંદિરની પાછળની કહાણી પણ અત્યંત ભાવુક છે. નૈની ગામના મૂળ નિવાસી રાજીવ સિંહે આ મંદિર પોતાનાં માતા-પિતાની યાદમાં બનાવડાવ્યું છે. મંદિરના પૂજારી મનીષ કુમાર મિશ્રાના જણાવ્યા મુજબ, રાજીવ સિંહનાં માતા-પિતાએ મંદિર નિર્માણનું સપનું જોયું હતું અને તેનો પાયો પણ નાખ્યો હતો. પરંતુ દુર્ભાગ્યે પાયો નાખ્યાના થોડા સમય બાદ બંનેનું અવસાન થયું. ત્યારબાદ પુત્ર રાજીવ સિંહે સંકલ્પ લીધો કે તેઓ માતા-પિતાની અધૂરી ઈચ્છાને કોઈપણ ભોગે પૂરી કરશે. રાજીવ સિંહે ગુજરાતમાં વ્યવસાય સ્થાપ્યો છે અને તેમનો આખો પરિવાર અહીં ગુજરાતમાં રહે છે, પરંતુ તેમણે પોતાના વતનના ગામમાં એવું કામ કરી બતાવ્યું છે, જેને લોકો વર્ષો સુધી યાદ રાખશે.

આ પણ વાંચોઃ 151 કિલોના કાંવડ લઈને નીકળી પડ્યા સાજિદ અને સની, કહ્યું- પહેલા સનાતની અને પછી મુસ્લિમ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button