અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગંભીરા બ્રિજ ઘટનાઃ સમિતિએ પ્રાથમિક અહેવાલ આપ્યો, જાણો શું તારણ કાઢ્યું?

  • માર્ગ અને મકાન વિભાગની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ સોંપાશે

ગાંધીનગર, 11 જુલાઈ, 2025ઃ Gambhira Bridge incident વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ committee gave a preliminary report પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે.

માધ્યમો સાથે વાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. તેના ટેકનિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. બાદમાં તેના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના - HDNews

તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા છે. હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે.

તેમણે જણાવ્યું કે. હાલમાં બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. હતભાગીઓનાં મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સમગ્ર તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી છે.

આ પણ વાંચોઃ ગંભીરા બ્રિજ કેસમાં તંત્રની ગુનાઈત બેદરકારી છાપરે ચડીને પોકારે છેઃ 2022માં થયેલી રજૂઆત ધ્યાનમાં ન લીધી

આ પણ વાંચોઃ મહિલાની પરવાનગી વિના તેના ફોટા જાહેર કરનારને આવી સજા થઈ શકે છેઃ જાણો કાનૂની જોગવાઈ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button