દર મહિને 50 હજાર રૂપિયાથી ઓછુ કમાનારા 93 ટકા લોકો ક્રેડિટ કાર્ડ પર નિર્ભર, સ્વરોજગારવાળા 85 ટકા

નવી દિલ્હી, 16 જુલાઇ, 2025: ઓછી કમાણી કરતા લોકોની ક્રેડિટ કાર્ડ પર નિર્ભરતા વધી રહી છે. think360.aiના એક અભ્યાસ અનુસાર દર મહિને 50,000 રૂપિયાથી ઓછુ કમાનારા 93 ટકા લોકો આ પ્લાસ્ટિક મની પર નિર્ભર છે. ત્યારે સ્વરોજગાર કરનારા 85 ટકા લોકો પણ ક્રેડિટ કાર્ડ પર નિર્ભર છે.
ગઇકાલે જારી કરાયેલ આ અભ્યાસ અનુસાર અત્યારે ખરીદો, બાદમાં ચૂકવો (BNPL) સેવાઓનો વપરાશ 18 ટકા સ્વરોજગાર અને 15 પગારદાર લોકો કરી રહ્યા છે. આ અભ્યાસ 20,000થી વધુ પગારદાર અને સ્વરોજગાર વાળી વ્યક્તિઓના નાણાંકીય વ્યવહાર પર આધારિત છે.
think360.aiના સ્થાપક અને સીઇઓ અમિત દાસે જણાવ્યું હતું કે, “ભારતના વિકસતા ક્રેડિટ લેન્ડસ્કેપમાં, ક્રેડિટ કાર્ડ અને BNPL હવે પગારદાર વ્યાવસાયિકોથી લઈને કામચલાઉ કામદારો સુધી દરેક માટે જરૂરી બની ગયા છે.” ફિનટેક કંપનીઓના વધતા પ્રભાવને ટાંકીને, આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આ કંપનીઓ ભારતની ડિજિટલ ધિરાણ ક્રાંતિનું નેતૃત્વ કરી રહી છે. ફિનટેક કંપનીઓએ નાણાકીય વર્ષ 2022-23માં 92,000 કરોડ રૂપિયાથી વધુની વ્યક્તિગત લોનનું વિતરણ કર્યું હતું, જે વોલ્યુમની દ્રષ્ટિએ તમામ નવી લોનના 76 ટકા જેટલું છે.
આ પણ વાંચોઃ રોકાણકારોને બચાવવા ફિનફ્લુએન્સર્સને કાબૂમાં રાખવા ‘સેબી’ અપનાવશે હવે આ કિમીયો












