મલાઇકાને પણ ટક્કર મારે છે આ 86 વર્ષીય એક્ટ્રેસ, ફિટનેસ વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ!

મહારાષ્ટ્રઃ 30 ઓક્ટોબર, 2025: બોલિવૂડમાં મલાઈકા અરોરા હોય કે માધુરી દીક્ષિત, વધતી ઉંમર સાથે જે રીતે આ અભિનેત્રીઓ પોતાને ફિટ રાખે છે, તે જોઈને તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. હવે આ ફિટનેસ ક્વીન્સની યાદીમાં સલમાન ખાનની માતા અને 70ના દાયકાના જાણીતા ડાન્સર હેલનનું નામ પણ જોડાઈ ગયું છે.
86 વર્ષની ઉંમરે પણ હેલન ખાન માત્ર પોતાની સુંદરતાથી જ નહીં, પરંતુ ફિટનેસના મામલે પણ કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જેવી યુવા અભિનેત્રીઓને ટક્કર આપી રહ્યા છે.
હેલન છે ટ્રેનરના સૌથી વૃદ્ધ ક્લાયન્ટ
સલીમ ખાનના બીજા પત્ની હેલન ખાન 86 વર્ષની ઉંમરે કેવી રીતે પરસેવો પાડી રહ્યા છે અને કેવી રીતે તેમણે લાકડીનો સહારો છોડી દીધો, તે વિશે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટના ફિટનેસ ટ્રેનર યાસમીન કરાચીવાલાએ ખુલાસો કર્યો છે.
View this post on Instagram
યાસમીને યુટ્યુબ ચેનલ ‘માસૂમ મિનાવાલા’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “90 ટકા લોકો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતા નથી. જેમ જેમ તમે મોટા થાવ છો, તેમ તેમ તમારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી જોઈએ, કારણ કે આપણા હાડકાં નબળા થવા લાગે છે. તમારા હાડકાંને સુરક્ષિત રાખવા ખૂબ જ જરૂરી છે. મારા અત્યારના સૌથી વૃદ્ધ ક્લાયન્ટ હેલન ખાન છે, જેમની ઉંમર 86 વર્ષ છે. તે અઠવાડિયામાં 6 દિવસ વર્કઆઉટ કરે છે અને તેમને ખૂબ જ સારું લાગે છે.”
લાકડીના સહારે ચાલતા હતા, હવે સ્વતંત્ર ચાલે છે
યાસમીન કરાચીવાલાએ 86 વર્ષીય હેલનના વર્કઆઉટ રૂટિન વિશે પણ જણાવ્યું અને કહ્યું કે, તેઓ પિલાટેસ કરે છે અને થોડી સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને બેટલ રોપ (Battle Rope) પણ કરે છે. જ્યારે તે મારા સ્ટુડિયોમાં આવ્યા હતા, ત્યારે તે લાકડીના સહારે ચાલતા હતા, પરંતુ હવે તે કોઈપણ સહારો લીધા વિના ચાલે છે. તેમને ખબર પણ નથી કે તેમની લાકડી ક્યાં છે. તેઓ મને કહે છે કે મારી લાકડી ઘરના કોઈ ખૂણામાં પડી હશે, મેં તેને ઘણા સમયથી જોઈ નથી.
નોંધનીય છે કે, હેલને 1951માં ફિલ્મ ‘શબિસ્તાન’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ‘મેરા નામ ચિન-ચિન ચૂ’ જેવા ગીતોથી તેમને ખૂબ લોકપ્રિયતા મળી હતી.
આ પણ વાંચોઃ અધૂરી પ્રેમકથાનો ખૂની અંજામ! પ્રેમિકાના લગ્ન રોકતા યુવકની હત્યા, યુવતીએ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ











