ટ્રેન્ડિંગનેશનલ

બે, ત્રણ નહીં… એક બાઇક પર 7 સવારી, જોતા જ પોલીસે હાથ જોડી દીધા અને 7000નો ફટકાર્યો દંડ

ઉત્તર પ્રદેશ: 4 નવેમ્બર, 2025: મોટરસાયકલ પર સામાન્ય રીતે બે લોકો સવારી કરતા જોવા મળતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક એવી તસવીર વાઈરલ થઈ છે, જેને જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા.

હાપુડ જિલ્લામાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાઈરલ થઈ રહી છે, જેમાં એક બાઇક પર એક સાથે 7 લોકો સવાર હતા. આ દ્રશ્ય જોઈને ચેકિંગ કરી રહેલા પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા.

6 બાળકો સહિત 7 સવારી

મળતી માહિતી મુજબ, ગઢમુક્તેશ્વરના પલવાડા ચેક પોસ્ટ પર મંગળવારની સવારે ટ્રાફિક પોલીસ ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન હાઇવે તરફ જઈ રહેલા એક બાઇક સવારને પોલીસકર્મીઓએ રોક્યો. બાઇક ચલાવી રહેલા વ્યક્તિ સિવાય તેના પર સવાર અન્ય તમામ 6 સવારી સગીર બાળકો હતા. આ દ્રશ્ય જોઈને પોલીસકર્મીઓ ચોંકી ગયા ગયા અને પછી હાથ જોડીને ઊભા રહી ગયા.

7000નો દંડ અને નિયમ પાળવાની અપીલ

પોલીસે ત્યારબાદ બાઇક ચાલકનો 7000નો ભારે દંડ ફટકાર્યો હતો. બાઇક સવારને ન તો પોતાની જાનની પરવા હતી કે ન તો બાળકોની ચિંતા. એક બાઇક પર સગીર બાળકો સાથે જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવી તે વ્યક્તિને ભારે પડી ગયું. ટ્રાફિક પોલીસ દ્વારા હાથ જોડીને અપીલ કરવામાં આવી કે, “ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ. પોતાની સાથે સાથે બાળકોની ચિંતા કરવી પણ ખૂબ જરૂરી છે.”

આ પણ વાંચો :ચીનની મોટી છલાંગ, ચીની કંપનીએ ફ્લાઈંગ કારનું ટ્રાયલ પ્રોડક્શન શરૂ કર્યું; હજારો ઓર્ડર મ. ળ્યા

આ પણ વાંચો :લો બોલો!, એક કપ કોફીના ₹87,000, જાણો આ સૌથી મોંઘી કોફીમાં શું છે ખાસ

 

Back to top button