ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરમાંથી રૂ.41 હજારની નકલી ચલણી નોટો સાથે 3 લોકો ઝડપાયા

Text To Speech
  • રૂ.100 અને 200ના દરની નકલી નોટો ઝડપાઈ છે
  • પોલીસે અમર અને મો.હકીમને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી
  • ડુપ્લિકેટ ચલણી નોટો મંગાવનાર રિક્ષા ચાલક સહિત ત્રણ આરોપી ઝડપાયા

અમદાવાદ શહેરમાંથી રૂ.41 હજારની નકલી ચલણી નોટો સાથે 3 લોકો ઝડપાયા છે. જેમાં કાલુપુર AMTS ટર્મિનલ પાસેથી આરોપીઓને ઝડપી લેવાયા છે. તેમાં પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ બે આરોપીઓ હજુ ફરાર છે. આરોપીઓ 41 હજારની નકલી નોટની ડીલીવરી આપવા જતા ઝડપાયા હતા.

આ પણ વાંચો: ગુજરાત: રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ બાદ રેરામાં ફરિયાદો વધી, જાણો 1 વર્ષમાં કેટલી સુઓમોટોનો નિકાલ કરાયો 

ડુપ્લિકેટ ચલણી નોટો મંગાવનાર રિક્ષા ચાલક સહિત ત્રણ આરોપી ઝડપાયા

કાલુપુર એએમટીએસ બસ ટર્મીનલ પાસે ઝોન-3 એલસીબીએ બાતમી આધારે શનિવારે બપોરે વોચ ગોઠવી એમપીથી ડુપ્લિકેટ ચલણી નોટો મંગાવનાર રિક્ષા ચાલક સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓ 41 હજારની નકલી નોટની ડીલીવરી આપવા જતા ઝડપાયા હતા. કાલુપુર પોલીસે પાંચ સામે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ મામલે સરાફતહુસેન અલ્તાફહુસેન અંસારી (રહે, એમપી), ફરદીનખાન યુનુસખાન પઠાણ (રહે, એમપી), સંજય ઉર્ફ સંજુ ચંદરલાલ ખખરાણી રહે,કૂબેરનગર), મો.હકીમ મો.આમીન અંસારી (રહે, એમપી) અને અમર ઉર્ફ દશરથ નટવરલાલ દંતાણી (રહે,કુબેરનગર) સામે ફરિયાદ નોંધાઈ છે.

રૂ.100 અને 200ના દરની નકલી નોટો ઝડપાઈ છે

એલસીબીના અધિકારીઓને બાતમીના આધારે વોચ ગોઠવી કાલપુર પાસેથી એએમટીએસ ટર્મિનલ પાસેથી નકલી ચલણી નોટોના જથ્થા સાથે રિક્ષામાં પસાર થતા રિક્ષા ચાલક સંજય ઉર્ફ સંજુ ખખરાણી, સરાફતહુસેન અંસારી અને ફરદીનખાન પઠાણને ઝડપી લીધા હતા. પોલીસને સરાફત અને ફરદીનખાન પાસેથી 41,100ની મત્તાની રૂ.100 અને 200ના દરની નકલી નોટો ઝડપાઈ હતી. ફરદીન અને સરાફત મધ્યપ્રદેશથી મો.હકીમ પાસેથી અમરને આપવા માટે આવેલા હતા. જોકે, અમરના કહેવાથી સંજય ખખરાણી આ નોટોની ડિલીવરી લેવા માટે આવ્યો હતો. પોલીસે અમર અને મો.હકીમને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.

Back to top button