26/11ના આરોપી તહવ્વુર રાણાને સ્પેશિયલ પ્લેનથી ભારત લવાશે, દિલ્હી-મુંબઈમાં સુરક્ષા વધારી દેવાઈ

મુંબઈ, 9 એપ્રિલ 2025 : 26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. તે આજે મોડી રાત્રે કે કાલે સવારે ભારત આવશે.
ખુંખાર આરોપી તહવ્વુર રાણા પાકિસ્તાનમાં જન્મેલો કેનેડિયન નાગરિક છે. તેના પર 2008માં થયેલા આતંકી હુમલાઓમાં સહાયકી ભૂમિકા ભજવવાનો આરોપ છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
કોણ છે તહવ્વુર રાણા
રાણા એક પૂર્વ પાકિસ્તાની સેના ડૉકટર છે, જે પહેલા કેનેડા અને પછી અમેરિકા જતો રહ્યોં. અમેરિકા પહોંચ્યા પછી રાણાએ શિકાગોમાં એક ઈમિગ્રેશન સર્વિસ ચાલુ કરી હતી. જે વિશે ફરિયાદ પક્ષનો આરોપ છે કે તેનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓનું સમર્થન કરવા માટે થાય છે.
26/11માં ભૂમિકા
હેડલીને કવર કર્યાં
ફરિયાદી પક્ષનો આરોપ છે કે રાણાએ હેડલીને ભારત યાત્રાના કાયદેસર વ્યવસાયિક પ્રવાસના રૂપમાં ખોટી રીતે પ્રસ્તુત કરીમે કવર સ્ટોરી સ્થાપવામાં મદદ કરી હતી. રાણા પર હેડલીની યાત્રા અને સંચાલનને સુવિધાજનક બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેથી તેને પોતાના વ્યવસાયનું નામ અને ઓળખ ઉપયોગ કરવાની પરમિશન મળી.
કાવતરાની પૂરી જાણકારી
અમેરિકી કોર્ટે જોયું કે રાણાને મુંબઈ આતંકી કાવતરાની પૂરી જાણકારી હતી, જો કે તે હુમલાઓની યોજના બનાવવા કે તેને પરિણામ સુધી પહોચાડવા પૂરી રીતે ઈનવોલ્વ ન હતો. તેને વર્ષ 2011માં અમેરિકામાં દોષી ગણાવવામાં આવ્યો હતો. પરંતુ માત્ર લશ્કર એ તૈયબાની મદદ કરવા અને ડેનિશ અખબાર પર હુમલો કરવાના એક અલગ કાવતરા વિશે.
રાણાને અમેરિકી જુરીએ મુંબઈ હુમલામાં પ્રત્યક્ષ ભાગીદારીની સંડોવણીમાંથી મુક્ત કરવામાં આવ્યા કારણકે આ બાબતમાં જાણીજોઈને તે ખાસ ઓપરેશનમાં સપોર્ટ કર્યોં હતો.
તહવ્વુર રાણાનું ભારત પ્રત્યાર્પણ
ભારતે 26/11 હુમલા સંબંધિત આરોપોનો સામનો કરવા માટે રાણાના પ્રત્યાર્પણની માંગ કરી હતી. મે 2023માં એક અમેરિકી અદાલતે ભારતને તેના પ્રત્યાર્પણની મંજુરી આપી દીધી હતી, પરંતુ તેની કાયદાકીય ટીમ આ પગલાને પડકાર આપી રહી છે. મુંબઈ અને દિલ્હીની બે જેલને રાણા માટે તૈયાર કરવામાં આવી છે. જે રાણાને મુંબઈ લાવવામાં આવશે તો સૌથી વધારે સંભાવના છે કે તેને ઓર્થર રોડ જેલમાં 26/11 ટ્રાયલ દરમિયાન કસાબ માટે બનાવવામાં આવેલા ખાસ બેરેકમાં રાખવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદ કોંગ્રેસ અધિવેશનઃ પક્ષના નેતાએ જ હોદ્દેદારોની નિયુક્તિ પર ઉઠાવ્યા પ્રશ્ન, જાણો












