NSA ડોવાલનો દાવ કારગર નીવડ્યો? કેનેડાના PM માર્ક કાર્નીએ ભારત પ્રવાસ પહેલાં તહવ્વુર રાણાની નાગરિકતા રદ કરવાનો નિર્ણય કર્યો

PM Mark Carney decides to revoke Tahawwur Rana’s citizenship: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલનો કૂટનીતિક દાવ સફળ રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. 6 ફેબ્રુઆરીએ ડોવાલે દ્વિપક્ષીય સુરક્ષા સહકાર મજબૂત કરવા માટે કેનેડાની મુલાકાત લીધી હતી. ઓટાવામાં તેમણે કેનેડાના વરિષ્ઠ અધિકારીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
આ બેઠક બાદ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીની ભારત યાત્રાની યોજના આગળ વધી. આ પ્રવાસ પહેલાં જ કેનેડા સરકારે પાકિસ્તાની મૂળના આતંકી તહવ્વુર રાણાની કેનેડિયન નાગરિકતા રદ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતની જેલમાં છે તહવ્વુર રાણા
તહવ્વુર રાણા હાલમાં ભારતમાં જેલમાં બંધ છે. તેને એપ્રિલ 2025માં અમેરિકાથી પ્રત્યર્પણ કરીને ભારતમાં લાવવામાં આવ્યો હતો. હાલ તે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની કસ્ટડીમાં છે અને 26/11 મુંબઈ આતંકી હુમલાની સાજિશ મામલે આરોપોનો સામનો કરી રહ્યો છે.
નાગરિકતા રદ કરવાનો કારણ
કેનેડા સરકારે તેની નાગરિકતા આતંકવાદના સીધા આરોપોના આધારે નહીં, પરંતુ નાગરિકતા અરજી દરમિયાન ખોટી માહિતી આપવાના કારણે રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.
વિશ્લેષકો માને છે કે આ પગલું ભારત-કેનેડા વચ્ચે સુરક્ષા સહકાર વધારવાના પ્રયાસોનો ભાગ હોઈ શકે છે. હવે માર્ક કાર્નીની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે આતંકવાદ વિરોધી સહકાર અને કૂટનીતિક સંબંધો વધુ મજબૂત બનવાની શક્યતા છે.
આ પણ વાંચો : મૂળાના ખેતરમાં 10 મોર મૃત અવસ્થામાં મળી આવ્યા, વન વિભાગમાં હડકંચ મચી ગયો












