ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

2025 મહિલા વન ડે વર્લ્ડ કપનું શેડ્યૂલ થયું જાહેર, જાણો ભારતનો કાર્યક્રમ

નવી દિલ્હી, તા. 11 ઓગસ્ટ, 2025: મહિલા ODI વર્લ્ડ કપની 13મી એડિશનની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 30 સપ્ટેમ્બરથી થશે, જેમાં મેચો ભારતના અને શ્રીલંકાના કુલ 5 મેદાનો પર રમાશે. વર્લ્ડ કપની પહેલી મેચ 30 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ વિશ્વ કપમાં કુલ 31 મેચો રમાશે, જેમાંથી 28 મુકાબલા લીગ સ્ટેજમાં રમાશે. પોતાના ઘરઆંગણે રમી રહેલી ભારતીય ટીમ માટે આ વર્લ્ડ કપ જીતવાનો સુવર્ણ અવસર છે.

ભારતનું વર્લ્ડ કપ શેડ્યૂલ

ભારતીય ટીમ 30 સપ્ટેમ્બરે શ્રીલંકા સાથે પોતાની સફરની શરૂઆત કરશે. બીજો મેચ 5 ઓક્ટોબરે પાકિસ્તાન સામે અને ત્યારબાદ ત્રીજો મુકાબલો 9 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સાથે થશે. 12 ઓક્ટોબરે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા જેવો રહેશે, જ્યારે 19 ઓક્ટોબરે તેને ઇંગ્લેન્ડ સામે ટકરાવું પડશે. ભારતનો ન્યૂઝીલેન્ડ સામેનો મેચ 23 ઓક્ટોબરે અને ટીમ ઇન્ડિયાનો છેલ્લો લીગ મેચ 26 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે થશે.

30 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ શ્રીલંકા (બેંગલુરુ)
5 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (કોલંબો)
9 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (વિશાખાપટ્ટનમ)
12 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (વિશાખાપટ્ટનમ)
19 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ (ઈન્દોર)
23 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ગુવાહાટી)
26 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ (બેંગલુરુ)

નોકઆઉટ મેચો

પહેલી સેમિફાઇનલ ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે. ફાઇનલ માટે પણ સ્થળ હજુ નક્કી થયું નથી.

ભારતે ક્યારેય વર્લ્ડ કપ જીત્યો છે?

આ એક નિરાશાજનક હકીકત છે કે ભારતની મહિલા ક્રિકેટ ટીમ આજ સુધી ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી શકી નથી. ૧૯૭૩ થી અત્યાર સુધી કુલ ૧૨ વખત મહિલા એકદિવસીય ક્રિકેટ વિશ્વ કપ રમાઈ ચૂક્યો છે, જેમાં ભારતીય ટીમ માત્ર ૨ વાર ફાઇનલ સુધી પહોંચી છે. ટીમ ઇન્ડિયા ૨૦૦૫ અને ૨૦૧૭માં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ બંને વખતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ લોકસભાએ મંજૂર કર્યું નવું ઈન્કમ ટેક્સ બિલ, જાણો શું થશે અસર

Back to top button