TMC Political Crisis: પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સોમવારે એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પાર્ટીના વરિષ્ઠ સાંસદ અને લોકસભામાં ટીએમસીના મુખ્ય દંડક (Chief Whip) કાકોલી ઘોષ દસ્તીદારે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના આશરે 20 સાંસદોએ કેન્દ્રના શાસક ગઠબંધન NDA (એનડીએ) ને સમર્થન આપવાનો આખરી નિર્ણય કરી લીધો છે. આ જાહેરાત બાદ મમતા બેનરજીની આગેવાની હેઠળની ટીએમસીમાં આંતરિક કટોકટી અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગઈ છે.
સ્પીકર ઓમ બિરલાને સત્તાવાર પત્ર મોકલાયો
કાકોલી ઘોષ દસ્તીદારે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, તેમના સહિત લગભગ 20 ટીએમસી સાંસદોની સહી વાળો એક સત્તાવાર પત્ર લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોકલી આપવામાં આવ્યો છે. આ પત્રમાં સાંસદોએ એનડીએ ગઠબંધનને પોતાનો ટેકો જાહેર કર્યો છે. કાકોલી ઘોષના મતે, સાથી સાંસદો સાથે લાંબી વિચાર-વિમર્શ પ્રક્રિયા બાદ જ જનતાના જનાદેશને માન આપીને આ મોટો રાજકીય નિર્ણય લેવાયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટીએમસીનું પક્ષીય સંખ્યાબળ અને મૌન
વર્તમાન સંસદીય સ્થિતિ પર નજર કરીએ તો, લોકસભામાં ટીએમસી પાસે 28 સાંસદો અને રાજ્યસભામાં 12 સાંસદોનું સંખ્યાબળ છે. જો 20 સાંસદો બળવો કરીને એનડીએ સાથે જોડાય, તો તે મમતા બેનરજી માટે પક્ષના અસ્તિત્વનો સૌથી મોટો પડકાર સાબિત થશે. હાલમાં પાર્ટીના ઘણા નાના-મોટા નેતાઓ રાજીનામા આપી રહ્યા છે, ત્યારે આ ગંભીર દાવાઓ અને આંતરિક કટોકટી અંગે ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજી કે પક્ષના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ પણ વાંચો: અભિજીત દીપકેનું મોટું એલાન! દિલ્હી બાદ હવે પુણેમાં 11 જૂને કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન












