18 વર્ષની અનાહત સિંહે ઇતિહાસ રચ્યો, વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

Anahat Singh creates history: ભારતની 18 વર્ષની પ્રતિભાશાળી સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. કેનેડામાં યોજાયેલી ચેમ્પિયનશિપની ફાઇનલમાં અનાહતે ઇજિપ્તની બીજા ક્રમાંકની ખેલાડી રૂકૈયા સાલેમને સતત ત્રણ સેટમાં હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સાથે તે વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ફાઇનલમાં અનાહતે શરૂઆતથી જ દબદબો જમાવ્યો હતો. પ્રથમ સેટ તેણે 11-3થી જીત્યો હતો. ત્યારબાદ બીજા સેટમાં 11-7થી જીત મેળવી લીડ મજબૂત કરી હતી. ત્રીજા સેટમાં ઇજિપ્તની ખેલાડીએ ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અનાહતે 11-9થી સેટ જીતી મેચ પોતાના નામે કરી લીધી હતી.
History Made! 🇮🇳
Congratulations to Anahat Singh (@Anahat_Singh13) on becoming the first Indian ever to win the World Squash Junior Championship.
A phenomenal achievement and a proud moment for every Indian. pic.twitter.com/SfURD0Zg69
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 25, 2026
અનાહત સિંહ વર્ષ 2005 બાદ વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી પણ બની છે. અગાઉ જોશ્ના ચિનપ્પા ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ ખિતાબ જીતવામાં સફળ રહી નહોતી. અનાહતની જીત સાથે ભારતે પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે.
અનાહતની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ જીત સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે અને અનાહત યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
વર્ષ 2028ના લોસ એન્જેલસ ઓલિમ્પિકમાં પ્રથમ વખત સ્ક્વોશનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનાહતની આ જીતને ધ્યાનમાં રાખતા હવે દેશને તેની પાસેથી ઓલિમ્પિકમાં પણ મેડલની આશા રહેશે. હાલમાં તે સિનિયર PSA વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-20 ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે અને આગામી વર્ષોમાં તેની પાસેથી વધુ મોટી સિદ્ધિઓની અપેક્ષા છે.
આ પણ વાંચો : AI ઈફેક્ટ વચ્ચે વધુ કમાતી પત્નીને ભરણપોષણ આપવાનો હાઈકોર્ટે કર્યો ઇનકાર












