ટ્રેન્ડિંગનેશનલમીડિયા

લખનઉ અગ્નિકાંડમાં 15 ઘરના ચિરાગ બુઝાયા, સપનાઓ સાથે સળગી ગઈ જિંદગીઓ

 Lucknow fire: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં બનેલી ભયાનક આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ત્રણ માળની એક બિલ્ડિંગમાં લાગેલી વિકરાળ આગમાં કોચિંગ અને એનિમેશન કોર્સ કરતા 15 વિદ્યાર્થી-વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદી

  • સુખમની (24) લખનઉ
  • આદિત્ય શ્રીવાસ્તવ (24) બિસવાં-સીતાપુર
  • મોહમ્મદ અંમાર (24) લેખપડા બાગ-બારાબંકી,
  • નીલેશ (27) હજરતગંજ-લખનઉ,
  • અબ્દુલ રહમાન (24) બિસવાં-સીતાપુર,
  • સંયમ વિજ (27) કાનપુર
  • શહજાન સિદ્દીકી (18) બીકેટી-લખનઉ
  • અનુક્ષા (24) અવધ શિલ્પગ્રામ શાંતિનગર
  • સાગર (28) લખનઉ,
  • જ્યોતિ (26) કમતા-લખનઉ,
  • જૈનિલ (26) અનૂપપુર ભાલુમુડા-મધ્ય પ્રદેશ,
  • સૌમાલ્યા (24) દ્વારિકા નગર,
  • ભવિષ્ય (23) અલીગંજ,
  • સુરજ સિંહ (27) ગોવિંદનગર-કાનપુર
  • અનામિકાનું

આ દુર્ઘટનાએ અનેક પરિવારોના સપનાઓને રાખમાં ફેરવી દીધા છે. કરિયર બનાવવા માટે કોચિંગ ક્લાસમાં પહોંચેલા વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નહોતી કે આ દિવસ તેમની જિંદગીનો છેલ્લો દિવસ બની જશે.

કેવી રીતે બની દુર્ઘટના?

અલીગંજના સેક્ટર-D વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ શોપ હતી, જ્યારે પહેલા માળે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. બીજા માળે 3D એનિમેશન ટ્રેનિંગ સેન્ટર, ગેમિંગ ઝોન અને વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ ચાલતા હતા.

પોલીસ અનુસાર બપોરે લગભગ અઢી વાગ્યે ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા AC કમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડા જ મિનિટોમાં આખી બિલ્ડિંગ ધુમાડા અને જ્વાળાઓથી ઘેરાઈ ગઈ. ઉપરના માળે હાજર ઘણા વિદ્યાર્થીઓ બહાર નીકળી શક્યા નહોતા અને અંદર જ ફસાઈ ગયા હતા.

જીવ બચાવવા વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ

આગથી બચવા કેટલાક વિદ્યાર્થીઓએ બિલ્ડિંગમાંથી કૂદકો મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો, પોલીસ, ફાયર બ્રિગેડ અને SDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યારે સુધી ઘણું મોડું થઈ ગયું હતું.

લગભગ બે કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 15 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓના મોત ધુમાડાના કારણે શ્વાસ રૂંધાઈ જતાં થયા હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે.

CM યોગી ઘટનાસ્થળે પહોંચ્યા

ઘટનાની જાણ થતા જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢનો કાર્યક્રમ અધવચ્ચે રદ કરીને લખનઉ પરત ફર્યા હતા. તેમણે સીધા ઘટનાસ્થળની મુલાકાત લઈ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

ત્યારબાદ તેઓ KGMU હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલ વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારજનોને મળ્યા હતા. મુખ્યમંત્રીએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

PM મોદી અને સરકારની સહાય જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. PMO તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

જ્યારે CM યોગીએ મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે.

ચાર અધિકારીઓ સસ્પેન્ડ, ચાર આરોપીઓની ધરપકડ

ઘટના બાદ રાજ્ય સરકારે SIT તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવતા ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસે બિલ્ડિંગ માલિક, પેટ શોપ માલિક, એનિમેશન સેન્ટર સંચાલક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

મોડું પહોંચ્યું ફાયર બ્રિગેડ?

સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે આગ લાગ્યા બાદ અનેક વખત ફોન કરવા છતાં ફાયર બ્રિગેડની પ્રથમ ગાડી લગભગ 40 મિનિટ પછી પહોંચી હતી. જેના કારણે આગ વધુ ભયાનક બની ગઈ હતી.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર શહેરોમાં ચાલતા કોચિંગ સેન્ટરો અને કોમર્શિયલ બિલ્ડિંગોની ફાયર સેફ્ટી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : TMCની બે ફાડ થઈ: મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જીને પણ સસ્પેન્ડ કર્યા

Back to top button