148,000 ડોલર વિ. 56,000 ડોલર યુદ્ધઃ ભારતે પાકિસ્તાનમાં ફેંક્યા બોમ્બ, ગોળા અને મિસાઇલ, અમેરિકામાં અબજો ડોલરની કંપનીઓને આંચકો

નવી દિલ્હી, 29 મે, 2025: ઓપરેશન સિંદૂર જેવા અભિયાને સમગ્ર દુનિયામાં ભારતની વધી રહેલી સેન્ય તાકાતને જોઇ છે. પાકિસ્તાનમાં રહેલા આતંકી સ્થળોએ ભારતીય સેનાએ જે રીતે બોમ્બ, ગોળા, મિસાઇલ ફેંકીને જે તાત્કાલિક કાર્યવાહી કરીને તબાહ કરી નાખ્યા તે જોઇને લશ્કરના હથિયારો બનાવતી અમેરિકાની મોટી મોટી કંપનીઓનો પરસેવો છૂટી ગયો છે. અમેરિકી નિષ્ણાતો કહે છે કે ભારતને દ્રષ્ટાંત લઇને અમેરિકાએ તાત્કાલિક સુરક્ષામાં સુધારો કરવાની જરૂર છે.
સ્મોલ વોર્સ જનરલમાં જોન સ્પેન્સર અને વિન્સેન્ટ વોયલાએ મેક ઇન ઇન્ડિયાના ઉલ્લેખ કરતા લખ્યું છે કે 2014માં ડિફેન્સ ક્ષેત્રમાં ઘરેલુ ઉત્પાદનો બનાવવા માટે અને આત્મનિર્ભરતા લાવવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યુ હતું અને 10 વર્ષ પછી ઓપરેશન સિંદૂરમાં આ પ્રયત્ન રંગ લાવ્યો છે અને આકી દુનિયા તેની સાક્ષી બની છે.
ભારત લશ્કરી ક્ષેત્રમાં ઝડપથી નવીનતા લાવી રહ્યું છે, યુદ્ધ માટે નવી ટેકનોલોજી સાથે આધુનિક શસ્ત્રો બનાવી રહ્યું છે, જે કરકસરપૂર્ણ પણ છે અને દેશમાં શક્ય તેટલા વધુ શસ્ત્રો બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે અમેરિકા ધીમા અને શીત યુદ્ધના જૂના માળખામાં અટવાયું છે. ભારતીય અને અમેરિકન શસ્ત્રોની કિંમતમાં પણ મોટો તફાવત છે. ભારતીય પિનાકા રોકેટની કિંમત 56 હજાર ડોલરથી ઓછી છે, જ્યારે અમેરિકન GMLRS મિસાઇલની કિંમત 1,48,000 ડોલર છે. તેવી જ રીતે, ભારતની આકાશતીર મિસાઇલ સંરક્ષણ સિસ્ટમની કિંમત અમેરિકાના પેટ્રિઅટ અથવા NASAMS પ્લેટફોર્મનો એક અંશ બરોબર છે.
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે આકાશતીર સંરક્ષણ સિસ્ટમ બનાવવા માટે રૂ. 1,982 કરોડમાં સોદો કરવામાં આવ્યો હતો, જ્યારે અમેરિકાની NASAMS સંરક્ષણ સિસ્ટમની કિંમત રૂ. 3,842 કરોડ છે. અમેરિકન સંરક્ષણ ઉદ્યોગમાં સૌથી મોટી કંપનીઓ લોકહીડ માર્ટિન, બોઇંગ, નોર્થ્રોપ ગ્રુમેન, રેથિયોન ટેકનોલોજી અને જનરલ ડાયનેમિક્સ છે. SIPRI મુજબ, વિશ્વની 20 સૌથી મોટી સંરક્ષણ કંપનીઓમાંથી 9 અમેરિકન છે.
નિષ્ણાતો કહે છે કે અમેરિકામાં સંપાદન પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. લશ્કરી ક્ષેત્રમાં ફેરફારો કરવામાં ઘણીવાર વર્ષો લાગે છે અને ક્યારેક દાયકાઓ પછી આધુનિકીકરણ કરવામાં આવે છે. અમેરિકન શસ્ત્રોની ઊંચી કિંમત પણ આનું એક મોટું કારણ છે, જે આધુનિકીકરણમાં અવરોધ ઉભો કરે છે. F-35 આનું એક ઉત્તમ ઉદાહરણ છે, જેની કિંમત 1.7 ટ્રિલિયન ડોલર છે અને તેના નબળા પ્રદર્શન માટે ઘણી વખત તેની ટીકા કરવામાં આવી છે. યુએસ એરફોર્સ સેક્રેટરી ફ્રેન્ક કેન્ડલે પણ સ્વીકાર્યું છે કે F-35 કાર્યક્રમ એક મોટી ભૂલ હતી, જે ફરી ક્યારેય પુનરાવર્તિત થશે નહીં.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 12 જિલ્લામાં વરસાદનો ખતરો, ચોમાસાને લઈને IMDની લેટેસ્ટ અપડેટ આવી ગઈ












