અમરેલીના 14 પોલીસકર્મીઓને ફરજ ઉપર ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરાયા

અમરેલી, 18 એપ્રિલ : અમરેલી જિલ્લા પોલીસ વિભાગમાં Amreli policemen suspended મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાવરકુંડલાના એએસપી વલય વૈધે વિવિધ ગાર્ડ પોઈન્ટસ પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન ૧૪ પોલીસકર્મીઓ ફરજ પર ગેરહાજર મળી આવ્યા હતા. આ તમામ કર્મચારીઓએ સક્ષમ અધિકારીની મંજૂરી વગર મનસ્વી રીતે ગેરહાજર રહી ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી.
તેમણે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ૧૯૭૧ના નિયમ ૩ ભંગ કર્યો હતો. જેના પગલે SP સંજય ખરાતે તમામને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ થયેલા કર્મચારીઓમાં જેલ ગાર્ડ, સિવિલ પ્રિઝનલ ગાર્ડ, ટ્રેજરી ગાર્ડ, એવીએમ ગાર્ડ, વેરહાઉસ ગાર્ડ, એસપી કચેરી ગાર્ડ, ઇમરજન્સી સિવિલ ગાર્ડ અને કોર્ટ ગાર્ડ પર તૈનાત કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.
સસ્પેન્ડ કરાયેલા ૧૪ પોલીસ કર્મચારીઓમાં ઉમેદકુમાર મનસુખલાલ મહેતા – જેલ ગાર્ડ, હરેશભાઈ ધીરુભાઈ મંડીર – જેલ ગાર્ડ, કિશનભાઈ ભુપતભાઈ આસોદરીયા – સિવિલ પ્રિઝનલ ગાર્ડ, વિજયસિંહ રૂપસિંહ સોઢા – સિવિલ પ્રિઝનલ ગાર્ડ, જનકસિંહ અગર સિંહ ઝાલા ટ્રેજરી ગાર્ડ, સુરેશભાઈ નાજભાઈ ખુમાણ ટ્રેજરી ગાર્ડ, કનુભાઈ જ્યોતિભાઈ પલાસ એવીએમ ગાર્ડ, શિવાભાઈ ભાવસંગભાઈ જારસાણીયા – એવીએમ ગાર્ડ, ભગવતીબેન મોતીભાઈ પરમાર વેરહાઉસ ગાર્ડ, અરુણાબેન સંઘાભાઈ ધરજીયા વેરહાઉસ, અશોકભાઈ ભાનુશંકરભાઈ ભઠ્ઠ એસપી કચેરી ગેટ, દિગ્વિજય સિંહ રાય સિંહ ચાવડા – ઇમરજન્સી સિવિલ ગાર્ડ,યુવરાજભાઈ અનકભાઈ વાળા – ઇમરજન્સી સિવિલ ગાર્ડ, નિતેશકુમાર પ્રાગજીભાઈ રાઠોડ – કોર્ટ પરિસર ગાર્ડનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :- પહેલા તમે તમારું સંભાળોઃ ભારતે બાંગ્લાદેશને આપ્યો જવાબ, જાણો શું છે મામલો?











