
નસવાડી, 20 જૂન 2025: છોટા ઉદેપુર જિલ્લના નસવાડી તાલુકાના ખેંદા ગામમાંથી ખૂબ જ વિસંવેદનશીલ અને ચિંતા જન્માવે તેવી ઘટના સામે આવી છે. ગામમાં માર્ગ ન હોવાના કારણે એક સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે 108 એમ્બ્યુલન્સ પહોંચવામાં નિષ્ફળ રહી હતી અને મહિલાને ઝોળી વડે લઈ જવાની ફરજ પડી હતી.
ઘટનાના વીડિયો અને વિગતો સામે આવતા રાજ્યના વિકાસના દાવા પર ફરી એકવાર સવાલ ઊભા થયા છે. ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર સખત આક્ષેપ કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, “અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા કાયમી અવગણના કરવામાં આવે છે. જ્યાંથી પહેલાં પણ કલેક્ટર અને ડીડીઓના વાહનો ફસાઈ ગયા હોય એવા વિસ્તારમાં સરકાર એક સાધો રસ્તો પણ બનાવી શકી નથી.“
મનિષ દોશીએ વધુમાં કહ્યું કે, “આ વિકાસ છે કે વિઘ્ન? શું રસ્તા માટે કોઈના મૃત્યુની રાહ જોવાઈ રહી છે?” તેઓએ નકલી કચેરીઓના નામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કહ્યું કે “આ વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, પણ રસ્તા બનાવવા ના હોય એવી નીતિથી સરકાર ચલાવી રહી છે.“
સ્થાનિક રહેવાસીઓએ પણ દુખ વ્યકત કરતાં જણાવ્યું હતું કે વરસાદ પડે કે નહિ, અમે દરવખત આ કપરા રસ્તાઓથી દર્દીઓને ખભે કે ખાટલા પર લઈ જવાની મજબૂરી અનુભવી રહ્યા છીએ.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF સજ્જ, વિવિધ શહેરોમાં ટીમ તૈનાત કરાઇ












