
અમદાવાદ, 1 જૂન, 2025: જો તમે ક્રિકેટ પ્રેમી છો, તો હાલમાં તમારી નજર બાકીની મેચો અને IPL-2025 ની ફાઇનલ મેચ પર રહેશે. લોકો ઇચ્છે છે કે તેમની મનપસંદ ટીમ ફાઇનલ મેચ રમે અને તેમણે તેનો સાક્ષી બનવું જોઈએ એટલે કે સ્ટેડિયમમાં બેસીને ફાઇનલ મેચ જોવી જોઈએ. આ વખતે IPL-2025 ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. લગભગ દરેક ક્રિકેટ પ્રેમી કોઈને કોઈ રીતે ફાઇનલ મેચ જોવા માટે ટિકિટ મેળવવા માંગે છે. પરંતુ આઈપીએલ ફાઈનલની મોટાભાગની ટિકિટ વેચાઈ ગઈ છે. આ દરમિયાન અમદાવાદમાં એક યુવક ટિકિટના બ્લેક કરતો ઝડપાયો હતો. યુવક પાસેથી 1500 રૂપિયાના ભાવની 6 ટિકિટ મળી આવી હતી. યુવક એક ટિકિટ 5000 રૂપિયામાં વેચવાનો હતો. પરંતુ તે પહેલા જ પોલીસની ઝપટે ચડ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસેથી 25 વર્ષીય યુવકને ઝડપ્યો હતો. તેની પાસેથી આઈપીએલ 2025ની ફાઈનલની 1500 રૂપિયાની 6 ટિકિટ મળી હતી. યુવકે એક ટિકિટ 5000 રૂપિયામાં વેચવાનો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ક્રિકેટજગતનું સૌથી મોટું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું. અમદાવાદના આ સ્ટેડિયમમાં કુલ 1,00,000થી પણ વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. અમદાવાદમાં આઇપીએલની 40 મેચ રમાઈ છે જેમાંથી 21 મેચમાં લક્ષ્યાંક ચેઝ કરનારી ટીમનો અને 19 મેચમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. આ મેદાન પર આઇપીએલમાં સૌથી મોટો 243 રનનો ટીમ-સ્કોર પંજાબ કિંગ્સના નામે છે. વર્તમાન સીઝનમાં ગુજરાત ટાઇટન્સ સામે પંજાબે 243 રન કર્યા હતા. આ જ સ્થળે ગુજરાત ટાઇટન્સની ટીમ 204 રનનો લક્ષ્યાંક ચેઝ કરી ચૂકી છે.
આ પણ વાંચો..અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં બાળકનું મૃત્યુ: ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયાનો પરિવારનો આરોપ












