ટ્રાવેલટ્રેન્ડિંગ

મહારાષ્ટ્રની આ પાંચ જગ્યાઓ પર જરૂર જજો, ઓછા બજેટમાં કરી શકશો ફુલ એન્જોય

  • મિત્રો સાથેની સફર હોય કે પરિવાર સાથે આરામનો સમય હોય, આ સ્થળો નવા વર્ષની પૂર્વ સંધ્યા માટે એક ઉત્તમ સ્થળ બની શકે છે

HD ન્યુઝ ડેસ્કઃ ફરવા જવાની વાત આવે ત્યારે ઘણીવાર મોંઘી હોટલો, ભીડ અને નોંધપાત્ર ખર્ચાઓ નજર સામે આવી જાય છે, પરંતુ જો તમે યોગ્ય સ્થળ પસંદ કરો છો, તો તમે ઓછા બજેટમાં પણ નવા વર્ષને યાદગાર બનાવી શકો છો. મહારાષ્ટ્ર એવી અદ્ભુત જગ્યાઓથી ભરેલું છે, જ્યાં તમે વધુ પડતા નાણાકીય બોજ વગર ફરી શકો છો.

પર્વતો, સમુદ્ર, હિલ સ્ટેશનો અને આધ્યાત્મિક શહેરો મહારાષ્ટ્રને દરેક પ્રકારના પ્રવાસી માટે યોગ્ય બનાવે છે. મિત્રો સાથેની સફર હોય કે પરિવાર સાથે આરામનો સમય હોય, આ સ્થળો નવા વર્ષની પૂર્વ સંધ્યા માટે એક ઉત્તમ સ્થળ બની શકે છે. ચાલો મહારાષ્ટ્રના પાંચ five places in Maharashtra બજેટ-ફ્રેંડલી સ્થળો વિશે જાણીએ.

તમે મહારાષ્ટ્રમાં 5 સ્થળો પસંદ કરી શકો છો

લોનાવાલા

મુંબઈ અને પુણે વચ્ચે આવેલું લોનાવાલા પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. તેની ઠંડી હવા, હરિયાળી અને ધોધ તમારી સફરને ખાસ બનાવે છે. બજેટ હોટલ, હોમસ્ટે અને સ્થાનિક ભોજન તેને બજેટ ફ્રેન્ડલી બનાવે છે.

અલીબાગ

જો તમે આ ગોવા જેવો અનુભવ ઓછા બજેટમાં કરવા ઈચ્છતા હો તો અલીબાગ શ્રેષ્ઠ વિકલ્પ છે. સ્વચ્છ દરિયાકિનારા, સૂર્યાસ્તના દૃશ્યો અને સીફૂડ અહીંના મુખ્ય આકર્ષણો છે. અહીં જવાનો મુસાફરી ખર્ચ પણ એટલો આવતો નથી.

મહાબળેશ્વર

મહાબળેશ્વર શહેરની ધમાલથી દૂર ફરવા ઈચ્છતા લોકો માટે યોગ્ય છે. સ્ટ્રોબેરી, ઠંડુ હવામાન અને સુંદર દૃશ્યો આ સ્થળને ખાસ બનાવે છે. અહીં બજેટ હોટલ અને સ્થાનિક ટેક્સીઓ સરળતાથી ઉપલબ્ધ છે.

નાસિક

નાસિક માત્ર ધાર્મિક શહેર જ નથી, પરંતુ ફરવા માટે અને રિલેક્સ થવા માટે પણ એક શ્રેષ્ઠ પસંદગી છે. ત્ર્યંબકેશ્વર મંદિર, વાઈનયાર્ડ્સ અને શાંત વાતાવરણ તેના પ્લસ પોઈન્ટ છે. ઓછા ખર્ચમાં સ્ટે અને ભોજન તેને બજેટ ફ્રેન્ડલી સ્થળ બનાવે છે.

પુણે

પુણે લાઈવ મ્યુઝિક, કાફે પાર્ટીઓ અને નાઇટલાઇફથી ભરેલું શહેર છે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ હોટલ, સસ્તા કાફે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સરળતાથી ઉપલબ્ધ છે. મિત્રો સાથે આનંદ માણવા માટે આ એક ઉત્તમ શહેર છે.

આ પણ વાંચોઃ Travel Guide: 2026માં ટ્રેકિંગ માટેના બેસ્ટ 6 એડવેન્ચર ડેસ્ટિનેશન આ રહ્યા

Back to top button