આજે પણ ફાઇલ કરી શકાશે આવકવેરા રિટર્ન, CBDTએ વધાર્યો સમય

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર, 2025: કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ આવકવેર રિટર્ન ફાઇલ કરવા માટે વધુ એક દિવસની મંજૂરી આપી છે. ગઇકાલે મોડી રાત્રે જારી કરાયેલ સુચના અનુસાર રિટર્ન આપણ ફાઇલ કરી શકાશે. આવકવેર રિટર્ન ફાઇલ કરવા મુદ્દે નાણાં મંત્રાલયે જે સુચના જારી કરી છે તેના અનુસાર 16 સપ્ટેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી રિટર્ન ફાઇલ કરી શકાશે.
ઓનલાઈન પોર્ટલમાં સમસ્યાઓના સમાચાર
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બર સુધીમાં સાત કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા હતા. હકીકતમાં, રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ સમાપ્ત થવાને કારણે, વપરાશકર્તાઓને છેલ્લા દિવસે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ કારણોસર CBDTએ આવકવેરા ભરનારાઓને રિટર્ન ફાઇલ કરવા માટે વધુ એક દિવસ આપ્યો છે.
રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ પર દંડની જોગવાઈ
આવકવેરા વિભાગે અગાઉ માહિતી આપી હતી કે નાણાકીય વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન (ITR)ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. CBDTએ 31 જુલાઈની તારીખ લંબાવીને 15 સપ્ટેમ્બર કરી હતી. આવી સ્થિતિમાં, જો તમે અત્યાર સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું નથી, તો આજે જ ફાઇલ કરો, નહીં તો તમને દંડ થઈ શકે છે. રિટર્ન ફાઇલ કરવા માટે, તમે તમારી આવક અને વ્યવસાય અનુસાર ITR ફોર્મ પસંદ કરી શકો છો.
તમે આ વિકલ્પો પસંદ કરી શકો છો
આવકવેરા કાયદાની કલમ 44ADA ચોક્કસ વ્યવસાયો માટે કરવેરા માટેની જોગવાઈ કરે છે, જ્યાં કુલ આવકના 50 ટકાને તમારી આવક તરીકે ગણવામાં આવે છે. આ ફક્ત વ્યક્તિઓ અને ભાગીદારી પેઢીઓ માટે છે. 44ADAની જેમ, કલમ 44ADમાં પણ વ્યવસાયમાં રોકાયેલા લોકો માટે જોગવાઈ છે, જેમાં ટર્નઓવરના 8 ટકાને આવક તરીકે ગણવામાં આવે છે.
44ADA હેઠળ આવરી લેવામાં ન આવતા લોકો કલમ 44AD પસંદ કરી શકે છે કે કેમ તે એક વણઉકેલાયેલ વિવાદ છે.
તારીખ 31 જુલાઈથી 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી
વિભાગે મે મહિનામાં આવા વ્યક્તિઓ, HUF અને સંસ્થાઓ દ્વારા આકારણી વર્ષ (AY) 2025-26 (નાણાકીય વર્ષ 2024-25 માં મેળવેલી આવક માટે) માટે ITR ફાઇલ કરવાની નિયત તારીખ 31 જુલાઈથી 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.











