ટ્રેન્ડિંગમનોરંજન

અધધ…બોલિવૂડના ‘ખેલાડીએ’ 7 મહિનામાં કરી રૂ.110 કરોડની કમાણી, જાણો એક્ટિંગ વગર કઈ રીતે કરી કમાણી

મુંબઈ, 5 ઓગસ્ટ, 2025: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે છેલ્લા સાત મહિનામાં મુંબઇમાં પોતાની આઠ પ્રોપર્ટી વેચી દીધી છે. જેમાં લક્ઝરી ફ્લેટ અને કોમર્શિયલ ઓફિસનો સમાવેશ થાય છે. તેમાંથી તેમણે કુલ 110 કરોડથી વધુની કમાણી કરી છે. આ મિલકતો બોરીવલી, વર્લી અને લોઅર પરેલ જેવા મુખ્ય સ્થળોએ આવેલી હતી.

અક્ષય કુમારે 21 જાન્યુઆરી, 2025ના રોજ 1,073 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ 4.25 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. આ ફ્લેટ ઓબેરોય સ્કાય સિટી પ્રોજેક્ટમાં છે. તેણે નવેમ્બર 2017 માં તેને 2.38 કરોડમાં ખરીદ્યો હતો. એટલે કે લગભગ 78 ટકાનો નફો થયો છે.

31 જાન્યુઆરી, 2025 ના રોજ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ વરલીના ઓબેરોય પ્રોજેક્ટમાં પોતાનો 6,830 ચોરસ ફૂટનો ફ્લેટ 80 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. તેમાં ચાર પાર્કિંગ સ્લોટનો પણ સમાવેશ થતો હતો.

માર્ચ 2025 માં અક્ષયે ઓબેરોય સ્કાય સિટીમાં બીજો ફ્લેટ 4.35 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. આ ફ્લેટની સાઇઝ 1,073 સ્ક્વેર ફૂટ હતી અને તેમાં બે પાર્કિંગ પણ હતા. તેને વેચીને તેને 84 ટકા રિટર્ન મળ્યું હતું.

એપ્રિલ 2025 માં, તેણે લોઅર પરેલના વન પ્લેસ લોઢા કોમ્પ્લેક્સમાં સ્થિત ઓફિસને 8 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. તેણે તેને 2020 માં 4.85 કરોડમાં ખરીદ્યો હતો. ઓફિસની સાઇઝ 1,146 સ્ક્વેર ફૂટ છે. બે પાર્કિંગ પણ હતા. આ ડીલથી તેને 65 ટકા નફો થયો હતો.

બોરીવલીમાં બે ફ્લેટ 7.10 કરોડમાં વેચાયાં

16 જુલાઈ 2025ના રોજ અક્ષયે ઓબેરોય સ્કાય સિટીમાં બે ફલેટ સાથે જોડાયેલા એપાર્ટમેન્ટ 7.10 કરોડ રૂપિયામાં વેચ્યાં હતાં. તેણે તેને 2017 માં 3.69 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેમને આના પર 92 ટકા રિટર્ન મળ્યું છે.

Back to top button