ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિએ કરી મોટી ઘોષણા, હવે 95 ટકા સંપત્તિનું કરશે દાન

નવી દિલ્હી, 25, સપ્ટેમ્બર, 2025: ઓરેકલના સ્થાપક લૈરી એલિસન દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે, સંપત્તિના મામલામાં તેમનાથી ઉપર ફક્ત ટેસ્લાના એલન મસ્ક છે. બ્લબર્ગના રિપોર્ટ અનુસાર લૈરી એલિસનની કુલ સંપત્તિ 373 અબજ ડોલર છે. તેમની સંપત્તિ પાછલા કેટલાક દિવસોમાં ઝડપથી વધી છે, જેનું સૌથી મોટું કારણ AIમાં તેજી અને ઓરેકલના શેરમાં આવેલો જબરદસ્ત ઊછાળો છે.

પરંતુ બહુ ઓછા લોકોને એ બાબતની જાણ છે કે લૈરી એલિસન પોતાની કુલ સપત્તિનો 95 ટકા હિસ્સો દાનમાં આપી દેવાની યોજના બનાવી ચૂક્યા છે. જોકે તેમણે સ્પષ્ટ કહ્યુ છે કે આ દાન તેમના પોતાના નિયમો અને શરતો અનુસાર રહેશે.

તેમની સંપત્તિનો 95% દાન કરવાની યોજના

ફોર્ચ્યુનના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2025 સુધીમાં એલિસનની કુલ સંપત્તિ 373 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. આ સંપત્તિનો સૌથી મોટો હિસ્સો ઓરેકલમાં તેમના 41 ટકા હિસ્સામાંથી આવે છે. તેમનું ટેસ્લામાં પણ નોંધપાત્ર રોકાણ છે. એલિસન ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્થિત નફાકારક સંસ્થા, એલિસન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (EIT) દ્વારા તેમના પરોપકારી કાર્ય માટે ભંડોળ પૂરું પાડે છે. આ સંસ્થા આરોગ્યસંભાળ, ખાદ્ય સુરક્ષા, આબોહવા પરિવર્તન અને AI સંશોધન જેવા વૈશ્વિક પડકારો પર કામ કરે છે.

2027માં ઓક્સફર્ડમાં એક નવું EIT કેમ્પસ ખુલશે. એલિસન લાંબા સમયથી મુખ્ય દાતા રહ્યા છે. તેમણે કેન્સર સંશોધન કેન્દ્ર બનાવવા માટે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાને 200 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. તેમણે એલિસન મેડિકલ ફાઉન્ડેશનને 1 અબજ ડોલરનું પણ દાન આપ્યું હતુ, જે બંધ થતાં પહેલાં વૃદ્ધોમાં રોગો અટકાવવા માટે કામ કરતું હતું.

પોતાની શરતો પર સંપત્તિનું દાન

જોકે, એલિસન હંમેશા પોતાની સંપત્તિનું દાન કરતી વખતે પોતાની શરતોનું પાલન કરે છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર નેતૃત્વમાં ફેરફારને કારણે EITને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. 2024માં, એલિસને જોન બેલને સંશોધનનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કર્યા હતા, પરંતુ તેમણે પ્રોજેક્ટને ખૂબ પડકારજનક ગણાવીને માત્ર બે અઠવાડિયામાં જ રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચોઃ ટ્રમ્પ સાથે ટેરિફ બાબતેના તણાવ બાદ ચીને ઉઠાવ્યું મોટુ પગલું, WTOમાં વિકસતા દેશનો દરજ્જો છોડશે

Back to top button