World Tiger Day: વાધની સંખ્યામાં ભારત અન્ય દેશો કરતા અવ્વલ

- દુનિયાની કુલ વાઘની વસ્તીના ૭૫ ટકા માત્ર ભારતમાં
- હવે દુનિયાના માત્ર ૧૩ દેશમાં જ વાઘ બચ્યા
- એક સમયે એક લાખથી વધુ વાઘ ધરાવતા વિશ્વમાં આજે માત્ર ૪૫૦૦ વાઘ
29 જુલાઇનો દિવસ છેલ્લા 13 વર્ષથી આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (World Tiger Day) તરીકે મનાવવામાં આવે છે. વૈશ્વિક સ્તર પર વાઘના રક્ષણ અને તેમની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે જાગૃતિ ફેલાવવી એજ આ દિવસનો મુખ્ય હેતુ છે. વર્લ્ડ ટાઈગર ડેની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. જેને રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિટે માન્યતા આપી હતી. ત્યારે એક રિપોર્ટમાં 97 ટકા વાઘ ગાયબ થવાની માહિતી સામે આવતા દુનિયાભરના લોકો આશ્ચર્યમાં મુકાયા હતા અને દુનિયામાં માત્ર 3900 જ વાઘ બચ્યા હતા.
આ સમિટમાં વાઘની વસ્તી વાળા 13 દેશોએ ભાગ લીધો હતો, તે સમયે વાઘની સંખ્યાને બેગણી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ. એ લક્ષ્ય તો કદાચ સિદ્ધ થઇ શક્યુ નથી, પરંતુ વાઘની સંખ્યા વધારવાના પ્રયાસો ચાલુ છે. તેમાં થોડી ઘણી સફળતા મળી છે. એક સદી પહેલા દુનિયાભરમાં લગભગ એક લાખ વાઘ જંગલો પર રાજ કરતા હતાં, પરંતુ 21મી સદી આવતાં આવતાં માત્ર 13 દેશોમાં જ વાઘ બચ્યા છે અને તેની સંખ્યા 4000થી ઓછી થઈ ગઈ છે. દર વર્ષે 29 જુલાઈના રોજ ઈન્ટરનેશનલ ટાઇગર ડે (આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ)ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે હાલમાં જેટલા વાઘ છે તેને બચાવવામાં આવે અને તેમની સંખ્યા વધી શકે.

કયા 13 દેશોમાં વાઘની વસ્તી?
વર્લ્ડ વાઈલ્ડ લાઈફના એક રિપોર્ટ અનુસાર ખૂબ ઓછા સમયમાં વાઘની સંખ્યામાં 95 ટકાનો ઘટાડો થયો છે. હવે તેમની વસતી માત્ર 13 દેશો પુરતી સીમિત છે, જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાનન, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓ, પીડીઆર, મલેશિયા, નેપાલ, મ્યાનમાર, રશિયા, થાઈલેન્ડ અને વિયતનામ સામેલ છે.
વાઘની સંખ્યા ઘટવા પાછળના કારણો
વાઘની સંખ્યા ઘટવા પાછળના મુખ્ય કારણોમાં વન નાબૂદીમાં વધારો, શિકાર, તેમના નિવાસસ્થાનમાં ઘટાડો, આનુવંશિક વિવિધતા, રહેણાંક વિસ્તારોમાં આકસ્મિક પ્રવેશ અને હત્યા, ટાઈગર ટુરિઝમ અને ગ્લોબલ વોર્મિંગ સહિત એવા અનેક કારણો છે જેને લીધે ટાઈગરની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. લોકોમાં આ અંગે જાગૃતિ વધારવા માટે આતંરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવે છે.

ભારત છે વાઘની સંખ્યામાં પણ અવ્વલ
હાલમાં, વિશ્વમાં 4500 વાઘ છે, જેમાંથી સૌથી વધુ વાઘ ભારતમાં નોંધાયા છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના રિપોર્ટ અનુસાર 2015માં વાઘની સંખ્યા 3200 થઈ ગઈ હતી અને 2022માં તેની સંખ્યા વધીને 4500 છે. ભારત એક માત્ર દેશ એવો હતો 2018માં નક્કી કરેલુ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધુ હતુ. 2018માં એકલા ભારતમાં વાઘની સંખ્યા 2967 થઇ ચુકી હતી. આજે આખા વિશ્વની સૌથી વધુ વાઘની સંખ્યા આપણા દેશમાં છે. એવુ કહેવાય છે કે વિશ્વની 75 ટકા વાઘની વસ્તી માત્ર ભારતમાં છે. દેશમાં વાઘના સંરક્ષણ માટે વર્ષ 1973માં પ્રોજેક્ટ ટાઇગર શરૂ કરાયો બતો. તે સમયે દેશમાં માત્ર 8 અભ્યારણ્ય હતા. 2023 સુધી આ સંખ્યા 53 થઇ ચુકી છે.
મધ્યપ્રદેશ છે ‘ટાઇગર સ્ટેટ’
જો 2018ની ગણતરી પ્રમાણે જોઇએ તો સૌથી વધુ વાઘ 526 મધ્યપ્રદેશમાં મળી આવ્યા છે. મધ્યપ્રદેશને ટાઇગર સ્ટેટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. વન્યજીવ નિષ્ણાતોનું કહેવુ છે કે આ વર્ષે વાઘની સંખ્યા ખાસ્સી વધી છે.
આ પણ વાંચોઃ જન્મથી જ રાજયોગ લઇને જન્મે છે આ રાશિના લોકોઃ હોય છે ભાગ્યશાળી











