ટ્રેન્ડિંગ

ફ્લાયદુબઈના 180 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય કેપ્ટન Smit Machhar કોણ છે?

Smit Machchhar: દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં બુધવારે મધ્ય-હવામાં એક ભયાનક ઘટના સામે આવી છે. કોકપિટની અંદર ભારતીય મૂળના કેપ્ટન અને ઓમાની કો-પાયલટ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. ઓમાની કો-પાયલટે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો અને કેપ્ટન પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છતાં ભારતીય કેપ્ટન સ્મિતે અસાધારણ હિંમત દાખવી વિમાનને સાઉદી અરેબિયાના તબૂક ખાતે સુરક્ષિત ઉતારીને અંદર સવાર આશરે 180 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ કર્યો છે.

કોણ છે હીરો સાબિત થયેલા ભારતીય કેપ્ટન Smit Machhar ?

આ ઘટના બાદ મુસાફરોના તારણહાર બનેલા કેપ્ટન સ્મિતની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. તેઓ વર્ષ 2022 માં સીધા કેપ્ટન તરીકે ફ્લાયદુબઈ સાથે જોડાયા હતા. તે પહેલાં તેઓ 11 વર્ષથી વધુ સમય સુધી ભારતીય એરલાઇન સ્પાઈસજેટમાં સિનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમની પાસે 13 વર્ષથી વધુનો કોમર્શિયલ ફ્લાઇંગ અનુભવ છે. તેમણે બોઇંગ 737 વિમાનો પર આશરે 9,750 ફ્લાઇંગ કલાકો પૂર્ણ કર્યા છે, જેમાં પાયલટ-ઇન-કમાન્ડ તરીકે 6,400 થી વધુ કલાકો સામેલ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હવામાં શું બન્યું હતું? (ઘટનાક્રમ)

અચાનક હુમલો: દુબઈથી તેલ અવીવ તરફ જઈ રહેલા વિમાનના કોકપિટમાં ઓમાની કો-પાયલટે કથિત રીતે વિમાનને નિયંત્રણ બહાર કરી ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. કેપ્ટન સ્મિત માછરે તેને રોકવાનો પ્રયાસ કરતાં કો-પાયલટે તેમના પર ચાકુ વડે ઘાતક હુમલો કર્યો. ચાકુ વાગવા છતાં કેપ્ટને પીછેહઠ ન કરી અને કો-પાયલટને કાબૂમાં રાખ્યો.

આ પણ વાંચો: ‘નઈ નવેલી’ના ટ્રેલરમાં યામી ગૌતમનો અનોખો અંદાજ, ટ્રેલરે મચાવી ધૂમ

હાઈજેક કોડ ‘7500’

સ્થિતિ અત્યંત કટોકટીભરી બનતાં વિમાનમાંથી એર ટ્રાફિક કંટ્રોલને ઈમરજન્સી ટ્રાન્સપોન્ડર કોડ 7500 મોકલવામાં આવ્યો હતો, જે સામાન્ય રીતે હાઇજેક અથવા બળજબરીપૂર્વકના હસ્તક્ષેપ માટે વપરાય છે. કેપ્ટને તાત્કાલિક વિમાનને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ તરફ વાળી સફળ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. એરલાઇને પુષ્ટિ આપી છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે.

ઈઝરાયલનું આકરું વલણ: ‘વિમાન ક્રેશ કરવાનું ષડયંત્ર’

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું નિવેદન: તેમણે જણાવ્યું કે કોકપિટમાં એક પાયલટે બીજા પાયલટ પર ચાકુ વડે હુમલો કરી ફ્લાઇટ ક્રેશ કરવાની કોશિશ કરી હતી. સાઉદી સત્તાવાળાઓએ આરોપી પાયલટની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ ચાલુ છે. તેમણે આ ઘટનાને એક ‘આતંકી હુમલાનો પ્રયાસ’ ગણાવ્યો હતો અને પ્રાથમિક તપાસના આધારે કો-પાયલટનો ઇરાદો ફ્લાઇટને તોડી પાડવાનો હોવાનું જણાવ્યું હતું. ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને તમામ નાગરિકોને સુરક્ષિત પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:મોદી-ટ્રમ્પની મહત્વપૂર્ણ બેઠક, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

Back to top button