ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગફૂડહેલ્થ

વિશ્વ અંગદાન દિવસ: ગુજરાત અગ્ર, 2071 ટ્રાન્સપ્લાન્ટથી કુટુંબીઓ કે દર્દીઓનું જીવતર સુધર્યું

  • જંકફૂડનો ત્યાગ, નિયમિત જીવનશૈલી, કસરત આરોગ્યને બગડતું અટકાવશે

ભુજ, 3 ઓગસ્ટ 2025: Organ Donation 3જી ઑગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ. દરેક વ્યક્તિ પોતાના શરીરનો પોતે ખ્યાલ રાખે અને કુદરતી રીતે તેના અંગ સાચવયેલા રહે એ વર્તમાન વાયરસ કાળમાં અનિવાર્ય બન્યું છે. કારણ કે કયો વાયરસ કેવી બિમારી નોતરે છે એ કળી શકાતનું નથી અને પછી ઓર્ગન ફેઇલ્યોર સહિતના પડકારો સામે આવીને ઉભા રહે છે. કિડની, લીવર, હાર્ટ સહિતના અંગોનું પારિવારિક કે અન્ય દર્દીઓને દાન કરવામાં ગુજરાત અગ્રહરોળમાં છે. 2019થી અત્યાર સુધી કુલ 2071 અંગદાન નોંધાયા છે. ભારતમાં અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન ચાલે છે,પરંતુ હજી અંગદાનની સંખ્યા ઓછી છે. તેમાં વધારો લાવવા માટે લોકજાગૃતિ ફેલાવવાની જરૂર છે. ભારત જીવનદાતા ટ્રાન્સપ્લાન્ટમાં ટોચનું સ્થાન ધરાવે છે તેમજ મૃતદાતા ટ્રાન્સપ્લાન્ટમાં 68મા ક્રમે છે. ૩ ઓગસ્ટ-1994ના ભારતમાં પ્રથમ સફળ મૃતદાતા હૃદય પ્રત્યારોપણ કરાયું હતું, તેની યાદમાં દર વર્ષે 3 ઓગસ્ટે અંગદાન દિવસની ઉજવણી કરાય છે.

આપણા અંગો સ્વસ્થ હશે તો કોઇ પાસે લેવા નહીં પડે

અંગદાન દિવસ નિમિત્તે વાત કરતાં અંગદાન અભિયાનના ગુજરાતના પ્રણેતા દિલીપભાઇ દેશમુખે ભુજમાં જણાવ્યું કે, જરૂર પડ્યે પારિવારિક સભ્યોને અંગદાન કરવું એ દેશમાં સમયની માંગ છે. પણ પહેલાં એ વિચારવું અને કાળજી રાખવી જોઈએ કે આપણા અંગો સ્વસ્થ રહે. જો આપણા કિડની, લીવર, હૃદય કે અન્ય અંગો સ્વસ્થ હશે તો કોઈની પાસેથી લેવા નહિ પડે. જો પરિવારના તમામ સભ્યોના અંગો યોગ્ય કામ કરશે તો કોઈને આપવા પણ નહિ પડે. એટલે જંક ફૂડ, કોલ્ડડ્રિંક્સ, તેલ, ખાંડ વાળા ખોરાક કે આરોગ્યને હાનિકારક ખણીપીણીથી દૂર રહેવું હિતાવહ છે.

આ પણ વાંચો: અમેરિકા અને રશિયાના કારણે તોળાતો ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો? ટ્રમ્પે સબમરિન લગાવવાનો આદેશ આપ્યો

ટ્રાન્સપ્લાન્ટ પછી 25 વર્ષ સુધી લોકોએ જિંદગી માણી

પોતે પણ કોઈનું લીવર મેળવ્યું છે એવા દિલીપદાદાએ કહ્યું કે, જો પરિવારમાં જરૂર પડે તો લીવર કે કિડની જેવા અંગોનું દાન કરવું જોઈએ. તેમના ધ્યાનમાં એવા પારિવારિક સભ્યો છે કે એકબીજાને અંગ ટ્રાન્સપ્લાન્ટ પછી 25 વર્ષથી વધુ જિંદગી માણવા સાથે જીવી રહ્યા છે. કિડની આપ્યા પછી સફળતાનો રેશિયો પહેલા વર્ષે 95%, બીજા વર્ષે 80% અને પછી દર્દી પોતાની કેવી તકેદારી રાખે છે તેના ઉપર રહે છે.

સૌથી વધુ કિડનીના 1148 ટ્રાન્સપ્લાન્ટ કેસ

અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટના 1148 કેસ નોંધાયા છે. 2019થી કુલ અંગદાનની સંખ્યા 2071 સુધી પહોંચી છે. ગુજરાતમાં ગયા વર્ષે સૌથી વધુ કિડનીના 446 ટ્રાન્સપ્લાન્ટ થયાં છે, જે ભરતભરમાં સૌથી વધુ છે. લીવરના 575, હાર્ટ 149 અને ફેફસાના 138 કેસમાં અંગ રૂપાંતરણ થયું છે. આયુષ્યમાન યોજનામાં સરકારી હોસ્પિટલના આ આંકડા છે. દેશમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં અંગદાન મહદાંશે કરાય છે. ગુજરાતી સરેરાશ 4 નંબર પર હોય છે. ઉત્તર ભારતમાં ચંદીગઢ નંબર એક ઉપર રહે છે.

ધાર્મિક માન્યતાઓથી પર માનવતાનું કાર્ય

ધાર્મિક માન્યતાઓથી પર થઈને જરૂર પડ્યે અંગદાન કરવા આગળ આવવું જરૂરી છે. દધિચી ઋષિ, ભગવાન ગણેશ કે ગુરુ દત્તાત્રેય પણ અંગ ટ્રાન્સપ્લાન્ટના ઉદાહરણ છે. એમ કહીને દિલીપભાઈએ ઉમેર્યું કે, હિન્દુ ધર્મ ઉપરાંત મુસ્લિમ, ખ્રિસ્તી, બુદ્ધ સહિતના ધર્મના લોકોએ આ બાબત સ્વીકારી છે. અંગદાન અછૂત નથી. તેમણે અંગદાન પછી કાળજી રાખી કસરત કરવા, વૉકિંગ કરવા સાહિતની સલાહ પણ આપી છે.

આ પણ વાંચો: યુપીના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, IMD એ બિહાર સહિત આ રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું

આ પણ વાંચો: પાકિસ્તાનનું યુએસને દેવું, ફાઇટર બન્યા માથાનો દુ:ખાવો: F-16  જેટ વાયુસેનામાંથી પરત ખેંચશે?

Back to top button