ચેતવણી! આ બે પાકિસ્તાની ક્રીમ ભારતમાં થઈ પ્રતિબંધિત
Pakistani creams banned in India : સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ના કોસ્મેટિક વિભાગે પાકિસ્તાનમાં ઉત્પાદિત થતી બે સૌંદર્ય પ્રસાધન પ્રોડક્ટ્સ અંગે જાહેર આરોગ્ય ચેતવણી (પબ્લિક હેલ્થ એલર્ટ) જાહેર કરી છે. CDSCO એ પાકિસ્તાનની ‘ગોરી બ્યુટી ક્રીમ’ (Goree Beauty Cream) અને ‘ચાંદની વ્હાઇટનિંગ ક્રીમ’ (Chandni Whitening Cream) ને ભારતમાં વેચાણ માટે અનધિકૃત જાહેર કરી છે.
સત્તાવાર અહેવાલ મુજબ, આ બંને ક્રીમ માટે ભારતમાં કોઈ ‘ઈમ્પોર્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ’ જારી કરવામાં આવ્યું નથી, જેથી તેનું ભારતીય બજારમાં વેચાણ ગેરકાયદેસર ગણાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઝેરી હેવી મેટલ્સનું ઊંચું પ્રમાણ: સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ
તપાસ દરમિયાન આ બંને ક્રીમમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ માત્રામાં હાનિકારક હેવી મેટલ્સ મળી આવ્યા છે. આ તત્વોના વધુ પડતા ઉપયોગથી ગ્રાહકોના આરોગ્ય અને ત્વચાને ગંભીર નુકસાન પહોંચવાનું જોખમ રહેલું છે.
CDSCO એ ભારતીય નાગરિકોને સ્પષ્ટ સલાહ આપી
આ બંને પાકિસ્તાની બ્યુટી પ્રોડક્ટ્સની ખરીદી કરવી નહીં.
જો અગાઉથી ખરીદેલી હોય, તો તેનો તાત્કાલિક ઉપયોગ બંધ કરવો.
આવા જ મળતા-આવતા નામ ધરાવતી અન્ય અનધિકૃત પ્રોડક્ટ્સથી પણ સાવચેત રહેવું.
સંબંધિત એજન્સીઓને આ પ્રોડક્ટ્સના વેચાણ અને વિતરણ પર ત્વરિત રોક લગાવવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો:અંકિતા લોખંડેએ બોડી-શેમર્સને આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક કાર્યવાહીના નિર્દેશ
CDSCO એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર્સ તેમજ પોતાના ઝોનલ, સબ-ઝોનલ અને બંદરો પર આવેલા કચેરીઓને તેમના અધિકારક્ષેત્ર હેઠળ આ અનધિકૃત પ્રોડક્ટ્સનું વેચાણ ન થાય તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.
ગ્રાહકોને કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદતા પહેલા સંપૂર્ણ તપાસ કરવાની તાકીદ કરાઈ છે. નિયમ અનુસાર, માત્ર માન્યતા પ્રાપ્ત પ્રોડક્ટ્સ જ વાપરવી જોઈએ જેના પર:
મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર
ઉત્પાદકની સંપૂર્ણ વિગતો
બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ
આયાતી (ઈમ્પોર્ટેડ) પ્રોડક્ટ્સ માટે રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ દર્શાવેલ હોય.
ગેરરીતિ સામે ફરિયાદ ક્યાં કરવી?
CDSCO ના જાહેરનામા મુજબ, જો પ્રોડક્ટના લેબલ પર કોઈપણ પ્રકારની ગેરરીતિ કે શંકાસ્પદ વિગતો જણાય, તો:
ભારતમાં ઉત્પાદિત પ્રોડક્ટ્સ માટે: સંબંધિત રાજ્યના ડ્રગ કંટ્રોલરને ફરિયાદ કરવી.
આયાતી (ઈમ્પોર્ટેડ) પ્રોડક્ટ્સ માટે: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ને સીધી જાણ કરવી.
આ પણ વાંચો:સ્પેસ વોરની તૈયારીમાં અમેરિકા, કયા દેશો નિશાન પર?












