ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Iran US War: ઈરાને કુવૈતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કર્યું, પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ તબાહ

Israel Iran War Live: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો આજે (05 માર્ચ 2026) 37મો દિવસ છે. હાલ યુદ્ધનો અંત આવે તેવા કોઈ સંકેત મળી રહ્યા નથી, તેનાથી ઉલટું યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. અમેરિકાએ ઈઝરાયલ સાથે મળીને શરુ કરેલા હુમલાનો જવાબ ઈરાન આપી રહ્યું છે.

ગલ્ફ ક્ષેત્રમાં દિવસેને દિવસે સ્થિતિ વિકટ બની રહી છે. ઈઝરાયલે ઈરાનના ઠેકાણા પર હુમલો કર્યો હતો, તો બીજી તરફ ઈરાને પણ કુવૈતના પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટને નિશાન બનાવીને તેનો વિનાશ વેર્યો છે. ઈઝરાયલે ઈરાનના મશહદ જિલ્લાના આહવાઝમાં સ્પેશિયલ પેટ્રોકેમિકલ ઝોન પર પણ ભીષણ સ્ટ્રાઈક કરી છે. આ કોમ્પ્લેક્સ ઈરાનના લગભગ 70% સ્થાનિક ગેસોલિન સપ્લાય કરે છે જે કાર, ટ્રક અને જનરેટરને ઈંધણ પૂરું પાડે છે. હવે, ઈઝરાયલે ઈરાનના આ મહત્ત્વપૂર્ણ પાવર પ્લાન્ટને ટાર્ગેટ કરીને નાશ કર્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઈઝરાયલે ઈરાનના મશહદ પેટ્રોકેમિકલ સુવિધા પર ઓછામાં ઓછા 25 હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયલે સંકુલના બંદર ઈમામ, અમીર કબીર, કરુણ, ટોંડગુયાન, ફજર એનર્જી અને મારુન સંકુલ પર બોમ્બમારો કર્યો છે. ઈઝરાયલી હુમલાથી સંકુલનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે કેન્દ્રને નોંધપાત્ર નુકસાન થયું છે, જે ઈરાનના 70% સ્થાનિક ગેસોલિન સપ્લાય કરે છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમના દળોએ, યુએસ સૈન્ય સાથે મળીને, અગાઉ ઈરાનની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના 70 ટકાનો નાશ કર્યો હતો અને હવે તેના પેટ્રોકેમિકલ પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા છે. નેતન્યાહૂએ કહ્યું કે IDF આ રીતે ઈરાનને કચડી નાખવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો : ઇઝરાયેલનો મોટો હુમલો! સ્ટીલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોને નિશાન બનાવશે

Back to top button