Israel Iran War: યુદ્ધ વધુ ઉગ્ર બને તેવી સ્થિતિ, ઈઝરાયલ ભીષણ હુમલો કરવાની તૈયારીમાં!
Israel’s major attack!: અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તનાવ સતત વધી રહ્યો છે. અલ જજીરાની રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલ હવે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર મોટો હવાઈ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ હુમલામાં ઈરાનના વીજળી અને ઊર્જા પ્લાન્ટ, વિતરણ નેટવર્ક સાથે સ્ટીલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોને નિશાન બનાવવામાં આવશે.
ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે સાંજે વીડિયો નિવેદનમાં જણાવ્યું કે, તેમની વાયુસેનાના અભિયાનનો વિસ્તાર વધારીને ઈરાનના સામાન્ય માળખાકીય સુવિધાઓ સુધી લંબાવવામાં આવ્યો છે. આમાં એવા ઉદ્યોગોનો સમાવેશ છે જે નાગરિક અને સૈન્ય બંને હેતુઓ માટે વપરાય છે, ખાસ કરીને સ્ટીલ ઉદ્યોગ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નેતન્યાહુએ કહ્યું કે, ઈરાનના આશરે 70 ટકા સ્ટીલ ઉદ્યોગને પહેલેથી જ નષ્ટ કરી દેવામાં આવ્યો છે કારણ કે આ સ્ટીલનો ઉપયોગ હથિયાર બનાવવામાં થઈ રહ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે પેટ્રોકેમિકલ પ્લાન્ટ અને તેની સામગ્રી પણ હવે નિશાન પર છે.
સુરક્ષા અધિકારીઓના અનુસાર, ઇઝરાયેલના આગામી હુમલાનો બીજો તબક્કો ઊર્જા અને વીજળી ઉત્પાદન તેમજ વિતરણ નેટવર્ક પર કેન્દ્રિત રહેશે. આ હુમલો આગામી કેટલાક દિવસોમાં શરૂ થઈ શકે છે, જે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ૪૮ કલાકના અલ્ટિમેટમ સાથે સંકલિત હશે.
આ હુમલાથી ઈરાનની અર્થવ્યવસ્થા અને ઊર્જા પુરવઠા પર મોટી અસર પડવાની આશંકા છે. વર્તમાન સ્થિતિમાં મધ્ય પૂર્વમાં તનાવ દિવસેને દિવસે વધી રહ્યો છે.
આ પણ વાંચો : દિલ્હી/ કુશીનગરમાંથી આઇએસઆઇએસ શંકાસ્પદ પકડાયો, આતંકી નેટવર્કનો ખુલાસો












