ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

World Bank Report: 2030 સુધીમાં ભારતના શહેરોમાં 70% નોકરીઓનું સર્જન, 2050 સુધીમાં શું સંકટ આવશે?

  • ગરમી લોકોનો ભોગ લેશે? આબોહવા આધારિત ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ

એચડી ન્યૂઝ ડેસ્ક, 23 જુલાઇ 2025: Ecosystem વિશ્વ બેંક અને ભારત સરકારના ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા તાજેતરના અહેવાલમાં ખુલાસો થયો છે કે, 2030 સુધીમાં ભારતના શહેરી વિસ્તારોમાં 70% નવી નોકરીઓનું સર્જન થશે, પરંતુ જો સમયસર આબોહવા પરિવર્તન અનુકૂલન પર રોકાણ કરવામાં નહીં આવે, તો પૂર દર વર્ષે $5 બિલિયનનું નુકસાન કરી શકે છે. અહેવાલ મુજબ, 2050 સુધીમાં ભારતની શહેરી વસ્તી 951 મિલિયન સુધી પહોંચી જશે. વધતી વસ્તી અને શહેરીકરણને કારણે, દેશના શહેરોને બે મોટા આંચકાઓનો સામનો કરવો પડશે – પૂર અને ભારે ગરમી – જે રોજગાર અને આર્થિક વિકાસને અસર કરી શકે છે.

2050 સુધીમાં 2.4 ટ્રિલિયન ડોલરના રોકાણની જરૂર

વિશ્વ બેંકના કન્ટ્રી ડિરેક્ટર ઓગસ્ટ ટેનો કુમેએ જણાવ્યું હતું કે ભારતીય શહેરોને 2050 સુધીમાં 2.4 ટ્રિલિયન ડોલરના રોકાણની જરૂર પડશે. જેથી આબોહવા સંકટનો સામનો કરી શકાય અને આબોહવા સ્થિતિસ્થાપક માળખાકીય સુવિધાઓ બનાવી શકાય. તેમણે કહ્યું કે, શહેરોને આબોહવા સંકટ સામે લડવા માટે રોકાણ કરવા અને નિર્ણયો લેવા માટે સ્વાયત્તતા આપવી જોઈએ. ઘણા રાજ્યોએ 74મા બંધારણીય સુધારાનો સંપૂર્ણ અમલ કર્યો નથી, જ્યારે જ્યાં શહેરોને નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી હતી, ત્યાં તેઓએ વધુ સારું પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો:19 સપ્ટેમ્બર પહેલા નવા ઉપરાષ્ટ્રપતિ નીમવા પડશે, જાણો કેવી રીતે થાય છે પસંદગી કે ચૂંટણી પ્રક્રિયા   

પૂર અને ગરમીનું જોખમ કેમ વધી રહ્યું છે?

રિપોર્ટના સહ-લેખિકા અસ્મિતા તિવારીએ જણાવ્યું હતું કે શહેરો વધુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિસ્તરી રહ્યા છે અને કોંક્રિટ પેવિંગ અને ઇમારતોને કારણે વરસાદી પાણીની જમીનમાં પ્રવેશવાની ક્ષમતા ઘટી રહી છે. આનાથી પૂરનું જોખમ વધ્યું છે. રિપોર્ટ મુજબ, જો 2070 સુધીમાં અનુકૂલન પગલાં લેવામાં નહીં આવે, તો પૂર દર વર્ષે 30 બિલિયન ડોલર સુધીનું નુકસાન કરી શકે છે. 1983-1990 અને 2010-2016 વચ્ચે, ભારતના 10 મુખ્ય શહેરોમાં ખતરનાક ગરમીની સ્થિતિમાં 71% નો વધારો નોંધાયો હતો. શહેરોમાં Urban Heat Island Effectના લીધે રાત્રે પણ ગરમી વધે છે, કારણ કે કોંક્રિટ રસ્તાઓ અને ઇમારતો રાત્રે ગરમી છોડે છે.

ગરમીના કારણે મૃત્યુ બમણા થઈ શકે  

અહેવાલમાં જણાવાયું છે કે, ૨૦૫૦ સુધીમાં ગરમીના મોજા અને શહેરીકરણની ગરમીના કારણે એટલે કે બાંધકામોમાંથી છૂટતી ગરમીથી વાર્ષિક મૃત્યુની સંખ્યા ૩ લાખ સુધી પહોંચી શકે છે. જોકે, શહેરી હરિયાળી, ઠંડી છત, સમયસર ચેતવણી પ્રણાલી અને કામના કલાકો સવાર અને સાંજ જેવા પગલાં ૧.૩ લાખ લોકોનો જીવ બચાવી શકે છે.

રોકાણ અને નીતિગત સુધારાની જરૂર

અહેવાલમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઘણી ભલામણો કરવામાં આવી છે:

  1. ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવી
  2. નાણાકીય રોડમેપ બનાવવા અને ભંડોળના સ્ત્રોતોમાં વધારો કરવો
  3. મ્યુનિસિપલ ક્ષમતા નિર્માણ માટે ધોરણો નક્કી કરવા
  4. જોખમ મૂલ્યાંકન અને મૂડી એકત્રીકરણ
  5. પૂર સ્થિતિસ્થાપકતા માટે આગામી 15 વર્ષમાં ૬૦% ઉચ્ચ જોખમ ધરાવતા શહેરોને આવરી લેવા માટે 150 અબજ ડોલરનું રોકાણ કરવું

શહેરોને સ્વાયત્તતા આપવી શા માટે મહત્વપૂર્ણ?

કૌમેએ કહ્યું કે જ્યાં રાજ્યોએ શહેરોને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપી, ત્યાં તેઓ સંસાધનો એકત્રિત કરવામાં, આવક વધારવામાં અને સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં સફળ થયા. 74મો બંધારણીય સુધારો (1992) શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપે છે, પરંતુ 2022ના ઓડિટ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઘણા રાજ્યોએ તેનો સંપૂર્ણ અમલ કર્યો નથી. વિશ્વ બેંક માને છે કે ભારતીય શહેરોમાં નિર્ણય લેવાની ક્ષમતા અને સ્વતંત્રતા વધારવી એ આબોહવા સંકટનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: ભારતીય ઇક્વિટી બજારમાં ઊછાળો, સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ખુલ્યા

આ પણ વાંચો: Alert: કચ્છમાં અજાણ્યા વિસ્તારમાં આવેલો ભૂકંપ જોખમી, રણ વિસ્તારમાં મોટો ધરતીકંપ આવવાની શક્યતા? શું થશે?

Back to top button