શું પેટ્રોલ-ડીઝલ જલ્દી સસ્તા થશે ? બ્રેન્ટ ક્રૂડ 30 ડોલર સુધી! ભારતને થઇ શકે છે રૂ. 6 લાખ કરોડની બચત

નવી દિલ્હી, 27 નવેમ્બર, 2025: પેટ્રોલ ડીઝલ જલ્દી સસ્તા થઇ શકે છે, તે અંગે વૈશ્વિક બેંક જેપી મોર્ગનનું મોટું નિવેદન સામે આવ્યુ છે. બેંકના મતે, આગામી ત્રણ વર્ષમાં વૈશ્વિક ઓઇલ પુરવઠો માંગ કરતાં વધુ હશે. આના પરિણામે બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલનો જથ્થો વધારાશે, જેના કારણે નાણાકીય વર્ષ 2027ના અંત સુધીમાં કિંમતો 50% ઘટીને 30 ડોલરની આસપાસ થઈ જશે.
ભારતને આશરે રૂ. 6 લાખ કરોડની નોંધપાત્ર બચત થઇ શકે છે
આ અંદાજ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઓઇલ આયાતકાર દેશ છે. કિંમતોમાં આ નોંધપાત્ર ઘટાડાનો સીધો લાભ ભારતીય અર્થતંત્રને થશે. 2024માં ભારતનું ક્રૂડ તેલ આયાત બિલ રૂ. 12 લાખ કરોડથી વધુ છે. જો બ્રેન્ટ ક્રૂડ 30 ડોલર સુધી પહોંચે છે, તો ભારતને આશરે રૂ. 6 લાખ કરોડની નોંધપાત્ર બચત થઇ શકે છે.
OPEC+ સિવાયના દેશોની ઝડપી ઉત્પાદન ક્ષમતા
આ માંગ-પુરવઠા અસંતુલનનું સૌથી મોટું કારણ OPEC+ સિવાયના દેશોની ઝડપી ઉત્પાદન ક્ષમતા છે. 2027 સુધીમાં, બજારમાં પ્રવેશતા નવા પુરવઠાનો લગભગ અડધો ભાગ OPEC+ દેશોની બહારથી આવશે. આ ઝડપથી વૈશ્વિક ઇન્વેન્ટરીઓ ભરી રહ્યું છે. આ વર્ષે, વૈશ્વિક તેલના ભંડારમાં દરરોજ 1.5 મિલિયન બેરલનો વધારો થયો છે, જેમાંથી લગભગ 1 મિલિયન બેરલ જહાજો પર અને ચીનના ભંડારમાં સંગ્રહિત છે. જો બ્રેન્ટ ક્રૂડ 30 ડોલર સુધી ઘટી જાય છે, તો ભારત, સરકાર અને સામાન્ય માણસ – એમ ત્રણેયને નોંધપાત્ર ફાયદો થશે.
આ પણ વાંચોઃ પ્રદૂષણવાળી બીમારીના ઇલાજ માટે પણ વીમા પોલિસી, ભારે ખર્ચથી બચવામાં મળશે મદદ












