નવરાત્રિના ઉપવાસનું કેમ છે મહત્ત્વ? શું કહે છે સાયન્સ?

નવરાત્રિમાં આપણે શક્તિ, ઉર્જા, સુખ-સમૃદ્ધિ અને શાંતિ, આધ્યાત્મિક જ્ઞાનની ઉપાસના કરીએ છીએ અને વ્રત રાખીએ છીએ. વ્રતને ધાર્મિક માન્યતાઓ સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ તેની પાછળ સાયન્સ પણ રહેલું છે. તેની પાછળના કારણો પણ રસપ્રદ છે.
પચવામાં ભારે ભોજન ન લો
નવરાત્રિના નવ દિવસ દરમિયાન લોકો ઉપવાસ કરે છે અને સાત્વિક ભોજનનું સેવન કરે છે. એવું ભોજન જે શરીરમાં સરળતાથી પચી શકે અને કોઇ વિકાર પેદા ન થાય, તેને સાત્વિક ભોજન કહેવાય છે. ભારે કે તામસિક ભોજનનું સેવન કરવામાં આવતુ નથુ, જે સ્વાદમાં સારુ હોય. સ્વાદમાં સારુ લાગે એવું ભોજન પચાવવા શરીરને ખુબ મહેનત કરવી પડે છે. વધુ ઉર્જા ખર્ચવી પડે છે. તેથી શરીર અને મન બંને થાકી જાય છે. તેવું ખાઇને તમે સુસ્તી અનુભવવા લાગો છો.

શરીર ડિટોક્સ થશે
સાદુ જમવાનું પાચન તંત્રને આરામ આપે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. નવરાત્રિના નવ દિવસ ઉપવાસ રાખવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે તે તમારુ શરીર ડિટોક્સિફાય કરે છે. અઠવાડિયામાં એક વખત હળવુ ખાવાથી પણ પાચનતંત્રને આરામ મળે છે. વ્રત આંતરડાને સાફ રાખવામાં અને તેને મજબુત કરવામાં ખુબ મદદ કરે છે.
ભુખ્યા ન રહો
ભારે ખોરાક જેમકે બટાકા, તળેલી વસ્તુઓ, મેંદો, બ્રેડ, જંકફુડનું સેવન ઉપવાસમાં સારુ ગણાતુ નથી. વ્રત દરમિયાન તમે ચા કોફીના બદલે લીંબુ પાણી, નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. સાથે સાથે મીઠાના બદલે સિંધવ નમક વાપરી શકો છો. ફળોનું સેવન કરો. વધુ સમય સુધી ભુખ્યા ન રહેશો.

ફક્ત બે દિવસ ઉપવાસ કરો
જો તમે નવ દિવસ ઉપવાસ ન કરી શકો તો નવરાત્રિના નવમાંથી માત્ર બે દિવસ ઉપવાસ પણ રાખી શકો છો. આ દરમિયાન કાજુ, બદામ, પિસ્તાનું સેવન કરતા રહો. દહીં, દુધ, છાશનું પણ સેવન કરી શકો છો. પાણી પીતા રહો. ફળો ખાતા રહો.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી પર બની રહ્યો છે ગ્રહોનો મહાસંયોગ












