ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સલ્ફેટ ફ્રી શેમ્પૂ વાપરવાની સલાહ આપી બોલિવુડ સેલિબ્રીટીઝના હેર એક્સપર્ટેઃ વાળ માટે સલ્ફેટ કેમ અયોગ્ય?

  • બોલિવુડ સેલિબ્રિટીઝ સલમાન ખાન, રણબીર કપૂરના હેર એક્સપર્ટ ડોક્ટર સજ્જાદ ખાને શેમ્પૂના ઉપયોગને લઇને કહ્યુ છે કે ડ્રાય, સેન્સિટીવ કે કલર્ડ હેર ધરાવતી દરેક વ્યક્તિએ સલ્ફેટ ફ્રી શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઇએ. 

આજકાલ બજારમાં ઘણા એવા શેમ્પૂ ઉપલબ્ધ છે જેમાં સલ્ફેટ હોય છે. આ પ્રકારના શેમ્પૂ તમારા વાળ માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. બોલિવુડ સેલિબ્રિટીઝ સલમાન ખાન, રણબીર કપૂર સહિતના અનેક સ્ટારની હેલ્થ અને બ્યુટીની કેર કરતા હેલ્ધી લાઇફસ્ટાઇલ એક્સપર્ટ ડો સજ્જાદ ખાને વાળ માટે એક મહત્ત્વની ટિપ્સ આપી છે. ડો સજ્જાદ ખાને શેમ્પૂના ઉપયોગને લઇને કહ્યુ છે કે ડ્રાય, સેન્સિટીવ કે કલર્ડ હેર ધરાવતી દરેક વ્યક્તિએ સલ્ફેટ ફ્રી શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઇએ. આવો જાણીએ શું છે આ સલ્ફેટ ફ્રી શેમ્પૂ, શું છે તેના નુકશાન?

આવા શેમ્પૂ તમારા વાળમાંથી કુદરતી ભેજ છીનવી લે છે અને તેમને શુષ્ક બનાવે છે. તમને ખબર નહીં હોય પરંતુ ઘણા એવા શેમ્પૂ છે જેમાં સોડિયમ લોરીલ સલ્ફેટ જેવા ડિટર્જન્ટ એજન્ટ ઉમેરવામાં આવે છે. આ એક એવુ રસાયણ છે જે તમારા શેમ્પૂને સખત બનાવે છે. વાળમાંથી તેલ દૂર કરવા માટે તેને શેમ્પૂમાં ઉમેરવામાં આવે છે. તે તેલ અને પાણી બંનેને આકર્ષે છે. સલ્ફેટ વાળા શેમ્પુથી તમને પહેલી વખતમાં એવુ લાગે છે કે તમારા વાળમાંથી ઓઇલ અને કચરો દૂર થઇ ચુક્યો છે. હા તે થાય પણ છે, પરંતુ તમારી સ્કીન વધુને વધુ ડ્રાય થતી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Dr. Sajjad Khan (@dr_sajjad_khan)

શા માટે હાનિકારક છે આ શેમ્પુ

તમને પહેલી નજરે એવુ લાગે છે કે સલ્ફેટ તમારા માટે સારુ છે, પરંતુ આ એવુ રસાયણ છે જે વાળમાંથી પ્રાકૃતિક ઓઇલ પણ દુર કરી દે છે, તેથી તમારા વાળ ડ્રાય અને ફ્રિજી બની જાય છે. જે તમારા વાળને સેન્સિટીવ બનાવે છે. સલ્ફેટ યુક્ત શેમ્પુનો ઉપયોગ કરવાનું તમારા માટે ઘાતક સાબિત થઇ શકે છે. જે લોકો તેમના વાળની ​​કેર કરે છે તેઓ માત્ર સલ્ફેટ ફ્રી શેમ્પૂનો જ ઉપયોગ કરે છે.

સલ્ફેટ ફ્રી શેમ્પૂના ફાયદા

સલ્ફેટ એક સારુ ક્લીનિંગ એજન્ટ ગણવામાં આવે છે. તેનો પ્રાથમિક હેતુ એ છે કે જ્યારે તમે તમારા વાળ ધુઓ છો, ત્યારે તેમાંથી તેલ અને ગંદકી દૂર કરે છે અને વધુને વધુ ફીણ લાવે છે. જે તમારા સ્કેલ્પ માટે સંવેદનશીલ છે. સેન્સીટીવ સ્કીન ધરાવતા લોકો જો સલ્ફેટયુક્ત શેમ્પૂ લગાવે તો વાળમાં ખંજવાળ અને સોજો આવી શકે છે. આ ઉપરાંત વાળ તૂટવાનું પણ જોખમ રહે છે. સલ્ફેટનો ઉપયોગ પર્સનલ કેર ઉત્પાદનો જેમ કે સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટમાં થાય છે. જે વ્યક્તિ દરરોજ હેર વોશ કરે છે તેમના માટે તો સલ્ફેટ વાળુ શેમ્પુ બિલકુલ યોગ્ય નથી.

સલ્ફેટ ફ્રી શેમ્પૂના ઉપયોગના ફાયદા

  • સલ્ફેટ ફ્રી શેમ્પૂ વાળનો ​​કુદરતી ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી તમારા વાળ તેની કુદરતી ચમક અને કોમળતા ગુમાવતા નથી.
  • જો તમે વાળમાં કલર કરાવતા હો , તો સલ્ફેટ ફ્રી શેમ્પૂ સારું હોઈ શકે છે. તે વાળ પર હળવાશથી કામ કરે છે અને કલર વાળા વાળ ફેડેડ થતા નથી.
  • સલ્ફેટ તમારા વાળમાંથી કુદરતી ભેજ છીનવી લે છે. તેનો વધુ પડતો ઉપયોગ તમારા વાળને ડ્રાય અને નબળા બનાવી શકે છે. સલ્ફેટ ફ્રી શેમ્પૂ તમને માથાની સ્કીનને નુકશાન કરતા નથી.
  • સલ્ફેટ-ફ્રી શેમ્પૂ તમારી આંખો માટે પણ કોમળ હોય છે. જો આકસ્મિક રીતે તેનો થોડો ભાગ પણ તમારી આંખમાં આવી જાય તો પણ તમને બળતરા નહીં થાય. સલ્ફેટ ફ્રી શેમ્પૂ પર્યાવરણને અનુકૂળ છે.

આ પણ વાંચોઃ ડેંગ્યુમાં પ્લેટલેટ્સ વધારવા ખાસ ખાવ કીવી

Back to top button