ટ્રેન્ડિંગનેશનલ

CJI ગવઈ બાદ કોણ બનશે ભારતના નવા ચીફ જસ્ટિસ? જાણો રેસમાં કોનું નામ છે સૌથી આગળ

નવી દિલ્હી: 23 ઓક્ટોબર, 2025: કેન્દ્ર સરકારે દેશના આગામી ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI)ની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વર્તમાન CJI બી. આર. ગવઈ આગામી 23 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે, તે પહેલાં નવા CJIના નામની પસંદગી થવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જસ્ટિસ સૂર્યકાન્ત આગામી CJI બનવાની રેસમાં છે અને તેમનું બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયાથી પરિચિતના જણાવ્યું અનુસાર, CJI ગવઈને તેમના ઉત્તરાધિકારીનું નામ સૂચવતો પત્ર આજે સાંજ સુધીમાં અથવા શુક્રવારે આપવામાં આવશે.

નિમણૂક પ્રક્રિયા અને નિયમ:મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર (MoP) અનુસાર, જે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક, બદલી અને પદોન્નતિને માર્ગદર્શન આપતો દસ્તાવેજ છે, તેમાં જણાવાયું છે કે:

• ભારતના ચીફ જસ્ટિસના પદ પર નિમણૂક સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજની થવી જોઈએ, જેમને પદ સંભાળવા માટે ‘ફિટ’ માનવામાં આવે.
• કેન્દ્રીય કાયદા મંત્રી યોગ્ય સમયે ભારતના વર્તમાન ચીફ જસ્ટિસ પાસેથી તેમના પછીના ચીફ જસ્ટિસની નિમણૂક માટે ભલામણ માંગે છે. સામાન્ય રીતે, આ પત્ર વર્તમાન CJIના 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાના એક મહિના પહેલા મોકલવામાં આવે છે.
હાલમાં જસ્ટિસ સૂર્યકાન્ત, CJI ગવઈ પછી સૌથી સિનિયર જજ છે અને તેથી જ તેઓ આગામી CJI બનવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે.

આ પણ વાંચોઃ ભારત સામે શ્રેણી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ODI શ્રેણી રેન્કિંગમાં કૂદકો માર્યો, હાર બાદ ટીમ ઈન્ડિયા ક્યાં છે?

આ પણ વાંચોઃ 6 મહિનામાં લગભગ 100% વ્યવહારો ઓનલાઈન… ભારતમાં ડિજિટલ પેમેન્ટનું વર્ચસ્વ, આ મામલે UPI છે સૌથી આગળ 

 

Back to top button