ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

તંદૂરી રોટીની પતિની ફરમાઈશ પૂરી કરવા પત્નીએ અપનાવ્યો આ રસ્તો

HD News Desk (અમદાવાદ), 02 મે: ઇન્ટરનેટની દુનિયામાં કંઈ ને કંઈ વાયરલ થતું જ રહે. ક્યારેક એવા જુગાડુ વીડિયો સામે આવે છે કે, વિચારવા પર મજબૂર થઈ જવાય છે. આજકાલ ખાવાપીવાના અંતરંગી વીડિયો તો સામે આવે છે પરંતુ હવે ખાવા બનાવવાના અલગ જ ટ્રેન્ડ કરતાં વીડિયો સામે આવી રહ્યા છે. જો કે, ભોજન તૈયાર કરવાની બીજી રીતો કેટલીક વાર જોખમમાં મૂકી શકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ઘરમાં બનાવી મહિલાએ તંદૂરી રોટલી

જ્યારે પણ તમને તવા રોટીને બદલે તંદૂરી રોટી ખાવાનું મન થાય ત્યારે તમે શું કરો છો? સ્વાભાવિક છે કે તમે તેને કોઈ રેસ્ટોરન્ટમાંથી ખરીદીને ખાશો. પરંતુ વાયરલ વીડિયોમાં એક મહિલા ઘરે તંદૂરી રોટી બનાવતી જોવા મળી રહી છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે મહિલાએ કેટલીક રોટલી વણી અને પછી તેના પર પાણી લગાવ્યા બાદ તેને કૂકરની અંદરની બાજુ પર ચોંટાડી દે છે. આ પછી મહિલાએ ગેસ પર કૂકરને ઊંધું કરી દીધું ને થોડીક વારમાં તો રોટલી બરાબરની શેકાઈને તૈયાર હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો પર યુઝર્સે કર્યા કોમેન્ટ્સ

આ વીડિયો સર્ક્યુલેટ થયા બાદ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યૂઝરે લખ્યું- કોણ કહે છે કે મહિલાઓ પાસે મગજ નથી હોતું, જુઓ ભાઈઓ, આજ સુધી કોઈ પુરુષને આ આઈડિયા નહીં આવ્યો હોય. અન્ય યુઝરે લખ્યું- રોટી તો જોવામાં સારી લાગી રહી છે. એક મહિલા યુઝરે લખ્યું- આમાં હેરાન થવાવાળી શું વાત છે, આવી રીતે કેટલાક લોકો ઘર પર તંદૂરી રોટી બનાવે છે. તો, અન્ય એક યુઝરે લખ્યું કે, આમ કરવું જોખમી બની શકે છે. આમ, આ વીડિયો જોયા બાદ લોકો મહિલાના નવા આઇડિયાની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક આને જોખમી પણ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: ફેક્ટરીમાં બનતી તમારી ફેવરિટ સોયાચાપનો આ વીડિયો જોઈને મોં માં પાણી આવતું બંધ થઈ જશે

Back to top button