હનુમાન જન્મોત્સવ અને જયંતિ વચ્ચે શું છે તફાવત? જાણો ધાર્મિક મહત્ત્વ
difference between Hanuman Janmotsav and Jayanti: હિંદુ ધર્મમાં પવનપુત્ર હનુમાનનો જન્મ દિવસ ખૂબ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની પૂર્ણિમા તિથિએ ભક્તો હનુમાનજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવે છે. દેશભરમાં મંદિરોમાં વિશેષ પૂજા, પાઠ અને ભજનનો કાર્યક્રમ યોજાય છે.
ઘણા લોકો આ દિવસને હનુમાન જયંતિ કહે છે તો કેટલાક તેને જન્મોત્સવ તરીકે ઓળખાવે છે. આ બંને શબ્દોને લઈને લોકોમાં ગેરસમજ જોવા મળે છે. સામાન્ય રીતે જયંતિ અને જન્મોત્સવ બંનેનો અર્થ જન્મદિવસ થાય છે, પરંતુ જાણકારો મુજબ બંને વચ્ચે તફાવત છે.
જયંતિ શબ્દનો ઉપયોગ એવા મહાન વ્યક્તિઓ માટે કરવામાં આવે છે, જે હવે જીવિત નથી, પરંતુ તેમના જન્મદિવસને યાદ કરવામાં આવે છે. જ્યારે જન્મોત્સવ એવો દિવસ છે, જે જીવિત અથવા સદા સક્રિય માનવામાં આવતા દેવતા અથવા વ્યક્તિના જન્મદિવસ તરીકે ઉજવાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
માન્યતા મુજબ હનુમાનને અમરત્વના આશીર્વાદ મળ્યા હતા અને તેઓ કળીયુગમાં પણ જીવંત અને સક્રિય દેવતા તરીકે માનવામાં આવે છે. તેથી તેમના જન્મદિવસને જયંતિ કરતા જન્મોત્સવ કહેવું વધુ યોગ્ય માનવામાં આવે છે.
આ રીતે ધાર્મિક દૃષ્ટિએ હનુમાનજીના જન્મદિવસને જન્મોત્સવ તરીકે ઓળખાવવું વધુ યોગ્ય ગણાય છે અને ભક્તો પણ આ માન્યતાને સ્વીકારે છે.
આ પણ વાંચો : ઈમાનદારીનું ઈનામ! 21 વર્ષની કારકિર્દીમાં IASની 24મી વખત બદલી












