જો જુલાઇના મધ્યભાગ સુધી વરસાદ નહીં આવે તો? કચ્છમાં જળસંકટની ચિંતા?

ભુજ, 16 જૂન 2025: Kachchh water crisis, Monsoon કચ્છ અને પાણી એટલે એકબીજાના પર્યાય. દુષ્કાળ અને પાણીની અછત ભોગવતા આ જિલ્લામાં સોળ આની ચોમાસુ રહે તો જ બાકીનું આખું વર્ષ સારું રહેતું હોય છે. સામાન્ય રીતે અષાઢી બીજ પછી અનિયમિત રહેતા ચોમાસા બાદ છેલ્લા કેટલાક રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે. જોકે, 2025ની વર્ષાઋતુ શરૂ થઇ ચૂકી છે ત્યારે કચ્છમાં પેયજળ અને સિંચાઇના પાણીની સમસ્યા સામે આવી શકે તેમ છે. કારણ કે, જળાશયોમાં પાણીની ખેંચ વર્તાશે. જિલ્લાના મધ્યમ સિંચાઈના ડેમોમાં જળસ્તર સતત ઘટી રહ્યું છે. 20માંથી 6 ડેમ સાવ તળિયાઝાટક થઈ ગયા છે.
જુનથી ઓગસ્ટ સુધીમાં પૂરતો વરસાદ જરૂરી
કચ્છમાં મોટી સિંચાઇનો એક પણ ડેમ નથી જ્યારે મધ્યમ સિંચાઈના 20 ડેમની 32પ.26 મિલિયન કયુબિક મીટરની કુલ જળસંગ્રહ ક્ષમતા સામે હાલની સ્થિતિએ 89.67 મિલિયન કયુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 27.57 ટકા થવા જાય છે. સામાન્ય ચોમાસામાં આ જળાશયો ભરાઇ ગયા બાદ નર્મદાના સિંચાઇના નીરના કારણે પણ લોકો કૃષિકારી અને તેમાં પણ બાગાયતી ખેતી કરી શકતા હોય છે. પરંતુ જુનથી ઓગસ્ટમાં કચ્છમાં સારો વરસાદ પડી જાય તે અનિવાર્યતા છે. જળસંકટના લીધે કૃષિમાં આગળ વધેલા કચ્છ અને બૃહદ કચ્છના લોકોને સમસ્યા સામે આવી શકે છે.
10 ટકાથી પણ ઓછું પાણી બચ્યું
હાલમાં પાણીના લાઇવ સ્ટોકની વાત કરીએ તો, માંડ 21.97 ટકા જથ્થો જ બચ્યો છે. જો વરસાદનાં સાર્વત્રિક રાઉન્ડમાં જો વિલંબ થાય તો જળસંકટની સ્થિતિ થોડી વિકટ ની શકે તેમ છે. કચ્છના 20માંથી છ ડેમ એવા છે કે, જેમાં 10 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. છ ડેમમાં કાસવતી, રુદ્રમાતા, ભૂખી, મથલ, કાલિયા, સાનધ્રોનો સમાવેશ થાય છે. કાલિયા ડેમમાં તો જથ્થાની ટકાવારી સાવ ઝીરો થઈ ગઈ છે.
મુંદરાના કારાઘોઘામાં 82.53 ટકા પાણી
ચાર ડેમ એવા પણ છે કે, જેમાં જળસંગ્રહની સ્થિતિ એકંદરે ઘણી સારી જોવા મળી રહી છે. ચાર ડેમ એવા છે કે, જેમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો બચ્યો છે. મુંદરાના કારાઘોઘામાં 82.53, ટપ્પરમાં 65.43, બેરાચિયામાં 6.64 અને ગોધાતડમાં 50.32 ટકા પાણી ઉપલબ્ધ છે. સિંચાઈ વિભાગના જણાવ્યાનુસાર જુલાઈ માસના પ્રથમ સપ્તાહ સુધી જળસંગ્રહ માટે ચિંતા નથી પરંતુ સમયસર જિલ્લાભરમાં વરસાદનો એક રાઉન્ડ નહીં આવે તો સ્થિતિ ચિંતાજનક બની શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ: એર ઈંડિયા વિમાનનું બીજું બ્લેક બોક્સ પણ મળી આવ્યું, કૉકપિટ વૉયસ રેકોર્ડરથી સામે આવશે સત્ય?
આ પણ વાંચો: જર્મનીથી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની સૂચના મળતા હડકંપ મચ્યો, ફ્લાઈટ રિટર્ન ગઈ












