સુવેન્દુ અધિકારી લેશે મુખ્યમંત્રી પદની શપથ, ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજ નેતાઓ પહોંચ્યા

BJP victory: પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ આજે બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડ ખાતે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે. આ ભવ્ય અને મહત્વપૂર્ણ કાર્યક્રમને લઈને રાજ્યમાં વિશેષ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ સમારોહમાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ કલકત્તા પહોંચ્યા છે. સવારે કલકત્તા એરપોર્ટ પર તેમના આગમન સમયે ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા બંને નેતાઓનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સાથે યુનિયન મંત્રી રામ મોહન નાયડુ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સહિત અન્ય રાજ્યોના અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા.
#WATCH | West Bengal | Union Minister Ram Mohan Naidu, Andhra Pradesh CM Chandrababu Naidu, Gujarat CM Bhupendra Patel arrive in Kolkata to attend the swearing-in ceremony of BJP leader Suvendu Adhikari as the Chief Minister of West Bengal pic.twitter.com/oAo2r1QTWY
— ANI (@ANI) May 9, 2026
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “પશ્ચિમ બંગાળમાં નવી સરકારની સ્થાપના રાષ્ટ્રીય એકતા અને વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે. ગુજરાત આ નવી સરકારને સંપૂર્ણ સમર્થન આપે છે.”
શપથ ગ્રહણ સમારોહ અંગે મળતી માહિતી મુજબ, નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે શપથ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મહત્વપૂર્ણ રાજકીય નેતાઓ હાજર રહેશે.
રાજકીય રીતે આ પ્રસંગને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી ચાલતા તૃણમૂલ કોંગ્રેસના શાસનનો અંત આવી ગયો છે અને ભાજપે પ્રથમ વખત રાજ્યમાં સરકાર રચી છે. આ પરિવર્તનને લઈને રાજ્યભરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
સમારોહને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ અત્યંત કડક કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ તથા સમર્થકોની ઉપસ્થિતિ રહેવાની શક્યતા છે. ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીને રાજકીય વર્તુળોમાં ગુજરાત અને પશ્ચિમ બંગાળ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: થોડીવારમાં શુભેન્દુ અધિકારી શપથ લેશે, પીએમ મોદી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા












