અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મમધ્ય ગુજરાતવિશેષવીડિયો સ્ટોરી

જુઓ વીડિયોઃ CM ભૂપેન્દ્રભાઈએ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી, શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કર્યો

નર્મદા, 8 એપ્રિલ, 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી મા નર્મદાની પંચકોશી પવિત્ર પરિક્રમાના CM Bhupendrabhai performed Uttarvahini Narmada Parikrama અવસરે મંગળવારે સવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે પહોંચીને નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશના સૌ નાગરિકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે મા રેવાને પ્રાર્થના કરી હતી. તેમણે અહીં નર્મદા મૈયાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું અને નર્મદા મૈયાના દર્શન કર્યા હતા.

રામપુરા ઘાટ ખાતે મુખ્યમંત્રીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગના રાહત કેમ્પ, સખી મંડળના બહેનોના સ્ટોલ, પરિક્રમા રૂટ પર મૂકવામાં આવેલા CCTV કન્ટ્રોલ રૂમ વગેરેનું નિરીક્ષણ કરીને તેમણે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ભૂપેન્દ્રભાઈ પટેલે રામપુરા ઘાટ ખાતેથી શ્રી રણછોડરાયજી મંદિરે પહોંચી દર્શન કર્યા હતા તથા દેશભરમાંથી આવેલા વિવિધ પ્રાંતના પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. પરિક્રમાર્થીઓ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, પવિત્ર મા નર્મદાની પંચકોશી પરિક્રમા છેલ્લાં કેટલાંય વર્ષોથી અનેક શ્રદ્ધાળુઓ પગપાળા કરે છે. પરિક્રમાર્થીઓ માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીએ પરિક્રમાર્થીઓને પૃચ્છા કરીને તેમના મંતવ્યો-સૂચનો-પ્રતિભાવો મેળવ્યા હતા. પરિક્રમાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉત્તરવાહિની પરિક્રમા - HDNews

મહારાષ્ટ્રથી આવેલા પરિક્રમાર્થી ઋષિકેશ ઓઝા દ્વારા મા નર્મદાની પરિક્રમાનું મહત્ત્વ દર્શાવતું હિન્દી પુસ્તક મુખ્યમંત્રીને અર્પણ કરીને પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાની પ્રશંસા કરી હતી.

રણછોડરાયજી મંદિર ખાતે સંવાદના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ શાલ અને મા નર્મદાની પ્રતિમા અર્પણ કર્યા હતા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી રમેશ મેરજાએ મુખ્યમંત્રીને શ્રીફળ અને માતાજીની ચૂંદડી અર્પણ કરી હતી. મુખ્યમંત્રીની આ સમગ્ર મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લાના અગ્રણી નિલકુમાર રાવ, મુખ્યમંત્રીના ઓએસડી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત જિલ્લા વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ-પરિક્રમાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ ઈન્કમટેક્ષ વાળાઓને કહીશ તમારે ત્યાં ન આવે બસ? પીએમ મોદીએ કોને, કેમ આવું કહ્યું?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button