ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો મામલો: નિર્ણય વિરુદ્ધમાં આવશે તો ભારત ઠપ કરી દઈશું, જાણો કોણે આપી આવી ધમકી

નવી દિલ્હી, 16 એપ્રિલ 2025: હાલમાં જ કેન્દ્ર સરકારે નવો વક્ફ સંશોધન કાયદો 2025 સંસદમાં પાસ કરાવ્યો હતો. આ કાયદા વિરુદ્ધ વિપક્ષ સતત પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યું છે. આ કાયદા વિરુદ્ધ AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી સહિત કેટલાય નેતા અને સંગઠન સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી ચુક્યા છે. અમુક મુસ્લિમ સંગઠનોએ પણ કોર્ટનો દરવાજો ખખટાવ્યો છે. આ અરજીઓ પર બુધવારે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિવ કેવી વિશ્વનાથન અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠ સુનાવણી કરશે. કોર્ટે કૂલ 10 અરજીઓને સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે. જેના પર બપોરે 2 વાગ્યે હિયરિંગ થવાની છે. સુનાવણી પહેલા આ અરજીઓ પર મનફાવે તેવા નિર્ણયો નહીં આપવાને લઈને ધમકીઓ આપવાનો મામલો સામે આવ્યો છે.

એક સમુદાય વિશેષના નેતા કહી રહ્યા છે કે જો સુપ્રીમ કોર્ટમાં તેમની વાત સાંભળવામાં નહીં આવે તો રસ્તા પર ઉતરીને વિરોધ કરશે. કોઈ પણ હાલતમાં વક્ફ સંશોધન કાયદાને નહીં માને. બંગાળમાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારીએ એક વીડિયો શેર કર્યો છે. દાવો કર્યો છે કે, આ વીડિયો પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાનો છે. વીડિયોમાં અખિલ ભારતીય ઈમામ સંઘના જિલ્લા અધ્યક્ષ સરકારને ધમકી આપતા દેખાઈ રહ્યા છે.

દેશને ઠપ કરી દેશે

વીડિયોમાં આ શખ્સ કહે છે કે, આ મામલામાં 16 એપ્રિલે સુનાવણી થશે. અમે લોકો તારીખની રાહ જોઈ રહ્યા છીએ. જો સુપ્રીમ કોર્ટ આ કાયદાને અયોગ્ય ગણાવે છે તો નિર્ણય અમારા પક્ષમાં હશે. અમે લોકો કોઈ કાર્યવાહી નહીં કરીએ, શાંતિપૂર્ણ રીતે રહીશું. પણ જો ચૂકાદો અમારા વિરુદ્ધ આવશે, કોઈ બદલાવ કરવામાં આવે છે, તો અમે લોકો ચૂપ નહીં રહીએ. રસ્તા અને શેરીઓને હંમેશા માટે જામ કરી દઈશું. અમે લોકો ટ્રેનો રોકી દઈશું. ગામડામાં જઈને ટ્રેન, કાર, બાઈક અને રસ્તાને રોકી દઈશું. બધું જ રોકી દઈશું. બંગાળ જ નહીં, આખા ભારતને ઠપ કરી દઈશુ.

સુવેંદુ અધિકારીએ ઉઠાવ્યા સવાલો

વીડિયો શેર કરી સુવેંદુ અધિકારીએ સવાલ ઉઠાવ્યા છે. સુવેંદુ અધિકારીએ જણાવે છે કે, અમુક લોકો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યા છે, શું તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કેસ ન નોંધવો જોઈએ? બંગાળમાં કાયદો અને વ્યવસ્થાનો મોટો મામલો છે. મમતા બેનર્જી આવા કટ્ટરપંથીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને ધરપકડ કરવાની જગ્યાએ વક્ફ સંશોધન અધિનિયમ વિરુદ્ધ આવા લોકો સાથે મંચ શેર કરવા જઈ રહ્યા છે, જે હવે દેશનો કાયદો બની ચુક્યો છે.

આ પણ વાંચો: 500 રુપિયા લગાવીને 21 કરોડ જીત્યા: ફ્લાઈટ અટેંડેંટે હવામાં જ નોકરી છોડી દીધી

Back to top button