VIDEO: આ ડબલ એન્જિન સરકાર છ મહિના પછી નહીં હોયઃ મલ્લિકાર્જુન ખડગે

પટણા, 01 સપ્ટેમ્બર, 2025: Mallikarjun Kharge “આ ડબલ એન્જિન સરકાર છ મહિના પછી નહીં હોય,” તેમ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે સોમવારે અહીં કહ્યું હતું. તેઓ બિહારમાં એક પખવાડિયા સુધી ચાલેલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મત અધિકાર યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલી રેલીમાં બોલી રહ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષે આક્ષેપ કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોટ ચોરી દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, એનડીએની આ ડબલ એન્જિન સરકાર ટૂંક સમયમાં સત્તાની બહાર હશે અને તેના સ્થાને નવી સરકાર આવશે જે ગરીબો, પછાતો તથા દલીતો માટે કામ કરશે.
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ઉપર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે, નીતિશ કુમાર એક સમયે સમાજવાદની વાતો કરતા હતા પરંતુ હવે તેઓ ભાજપ-આરએસએસ સાથે જોડાઈ ગયા છે.
VIDEO | Patna: Addressing a public meeting at the culmination of the Voter Adhikar Yatra, Congress President Mallikarjun Kharge (@kharge) says, “This double-engine government will not remain after six months. A new government will come, one that will work for the poor, backward… pic.twitter.com/BqxQ0QjgGq
— Press Trust of India (@PTI_News) September 1, 2025
ઈન્ડી ગઠબંધનની મત અધિકાર યાત્રાના સમાપન પ્રસંગે રેલીને સંબોધતા ખડગેએ જણાવ્યું કે, આ મતદાર અધિકાર યાત્રાની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. આ યાત્રા ખોરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બિહારના લોકો તેમજ મહાગઠબંધનના નેતાઓએ પીછેહઠ કરી નહીં.
રાહુલ ગાંધી તથા ઈન્ડી ગઠબંધનના નેતાઓ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યના 38માંથી 25 જિલ્લામાં 110 વિધાનસભા મતક્ષેત્રોને આવરી લેતી 1300 કિ.મી.ની મત અધિકાર યાત્રા પૂર્ણ કરવામાં આવી છે.












