ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમનોરંજનવર્લ્ડવિશેષ

અંબાણી પરિવારનો ન્યૂયોર્કમાં આયોજિત કાર્યક્રમ સ્થગિતઃ કારણ ચોંકાવનારું

મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2025ઃ Ambani family’s event in New York postponed અંબાણી પરિવારના નેજા હેઠળ અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. તેની પાછળ ટ્રમ્પના ટેરિફ પછી ભારત-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો હોવાનું જણાય છે.

ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવાર દ્વારા સપ્ટેમ્બરના મધ્યમાં ન્યૂયોર્કમાં આયોજિત કાર્યક્રમ હાલ રદ્દ કરી દીધો છે. ઉદ્યોગ જૂથ દ્વારા આ માટે “અણધારી પરિસ્થિતિ”નું કારણ આપવામાં આવ્યું છે. એ સર્વવિદીત છે કે અમેરિકા ભારત પર રશિયન ઓઈલની ખરીદી અંગે આક્રમક પ્રહારો કરી રહ્યું છે.

રશિયન ઓઈલ ખરીદવામાં ભારતને એટલી જંગી બચત થઈ કે ટ્રમ્પ ટેરિફની અસર ધોવાઈ જશેઃ જાણો

આ અંગે જારી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, “અમે ખૂબ જ પસ્તાવા સાથે જણાવીએ છીએ કે NMACC ઇન્ડિયા વીકેન્ડ ઇન ન્યુયોર્ક ઈવેન્ટ, જે ૧૨ સપ્ટેમ્બરે શરૂ થવાની હતી તેને અણધાર્યા સંજોગોને કારણે મોકૂફ રાખવામાં આવી છે.” આ નિવેદન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે તેની વેબસાઇટ પર જારી કરવામાં આવ્યું છે. તેમાં જોકે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે “આ કાર્યક્રમ રદ્દ કરી દેવામાં નથી આવ્યો પરંતુ માત્ર થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે અને અમે NMACCને ન્યૂયોર્કમાં ભવિષ્યમાં લાવવા માટે પૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.”

નીતા અંબાણી દ્વારા ૧૨થી ૧૪ સપ્ટેમ્બર સુધી લિંકન સેન્ટરમાં “ઇન્ડિયા વીકેન્ડ”નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાર શેફ વિકાસ ખન્ના અને ડિઝાઇનર મનિષ મલ્હોત્રાનો ફેશન શો આ થિયેટરિકલ ઇવેન્ટના મુખ્ય આકર્ષણોમાંના એક હતા, જે NMACC દ્વારા આયોજિત કરવામાં આવી હતી.

છેલ્લા થોડા સમયથી અમેરિકાની નીતિમાં પરિવર્તન આવવાને કારણે આંતરરાષ્ટ્રીય કૂટનીતિ તેમજ અર્થતંત્રમાં અનિશ્ચિતતા અને અસંજસની સ્થિતિ છે. એ જ ક્રમમાં ગયા મહિને અમેરિકાએ ભારતીય માલ પર 50% ટેરિફ લાદ્યા જે વિશ્વમાં સૌથી ઊંચા દરોમાંના એક છે. અમેરિકાએ આ માટે ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલની ખરીદી ચાલુ રાખવાનું કારણ આગળ ધર્યું હતું.

અફઘાનિસ્તાન ભૂકંપઃ મૃત્યુઆંક વધીને 800 થયો, હજુ સંખ્યા વધવાની આશંકા

અમેરિકી પ્રમુખ ટ્રમ્પના આ પગલાંની વિવિધ સ્તરે અસર પડી રહી છે. અને એ જ ક્રમમાં અંબાણી પરિવારે તેમનો આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. NMACC દ્વારા જે અસાધારણ સંજોગોની વાત કરવામાં આવી છે તે દેખીતી રીતે ટેરિફ વૉરને કારણે ભારત-પાકિસ્તાન સંબંધોમાં આવેલી કડવાશના સંદર્ભમાં છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અન્ય ઉદ્યોગોની સાથે ક્રુડ રિફાઈનના ક્ષેત્રમાં પણ અગ્રણી છે અને રશિયન ઓઈલની આયાતના વિવાદના સંજોગોમાં અમેરિકામાં તેના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ટ્રમ્પ સરકાર કોઈ અવરોધ ઊભો કરે અને કાર્યક્રમનો ફિયાસ્કો થાય તેના બદલે અંબાણી જૂથે સમયસર તે સ્થિગત રાખવાનો નિર્ણય લીધો હોવાનું માનવમાં આવે છે.

વસ્તી ગણતરી હાથ ધરવા ગૃહ મંત્રાલયે 14,618 કરોડ ફાળવવા માગણી મૂકી

Back to top button