VIDEO : રાજધાની એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

Massive fire breaks out in Rajdhani Express: તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસમાં રવિવારે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં આવેલ આલોટ સ્ટેશન નજીક ટ્રેનના AC કોચમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર ટ્રાફિક અટકાવવામાં આવ્યો હતો અને અનેક ટ્રેનો પ્રભાવિત થઈ હતી.
માહિતી મુજબ, આ ઘટના સવારે અંદાજે 5:30 વાગ્યે કોટા રેલ મંડળ હેઠળના લૂણીરીછા અને વિક્રમગઢ આલોટ સ્ટેશન વચ્ચે બની હતી.
68 મુસાફરો હતા કોચમાં સવાર
જે B-1 કોચમાં આગ લાગી તેમાં 68 મુસાફરો સવાર હતા. આગ લાગ્યા બાદ થોડા જ સેકન્ડોમાં જ્વાળાઓ આખા કોચમાં ફેલાઈ ગઈ હતી.
સૌપ્રથમ ગાર્ડે આગની જાણ લોકો પાયલટને કરી હતી, ત્યારબાદ ટ્રેન તાત્કાલિક રોકવામાં આવી અને મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Fire in one of the coach of Rajdhani Express Train No. 12431 between Ratlam station and Kota Jn. Fire services here. pic.twitter.com/DFWZHBevvq
— Kartik Tiwari (@kartiktiwarii) May 17, 2026
15 મિનિટમાં કોચ ખાલી કરાયો
ટ્રેનમાં હાજર RPF સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરીને અંદાજે 15 મિનિટમાં સમગ્ર કોચ ખાલી કરાવ્યો હતો.
રેલવે દ્વારા તરત જ વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો અને અસરગ્રસ્ત કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHm
તમામ મુસાફરો સુરક્ષિત
પશ્ચિમ રેલવેના કોટા ડિવિઝને જણાવ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને કોઈ મુસાફર અથવા રેલવે કર્મચારીને ઈજા પહોંચી નથી.
ઘટનાની જાણ થતાં જ સિનિયર અધિકારીઓ અને ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મંદિર પ્રવેશ વિવાદ: મહિલાઓને માર મારી અર્ધનગ્ન કરી ચપ્પલની માળા પહેરાવી ફેરવાઈ












