કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગયુટિલીટી

કોટેશ્વર જતી એસ.ટી. બસના બ્રેક ફેલ થતાં નખત્રાણા બસ મથકમાં વાહનો કચડાયા

ભુજ, 14 જુલાઇ 2025: Bus Accident પશ્ચિમ કચ્છના મુખ્ય મથકમ સમા નખત્રાણાના એસ.ટી. બસ મથકમાં અચાનક જ બસના બ્રેક ફેઇલ થતાં વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે જાનહાનિ ટળી હતી. રવિવારે રાત્રે થયેલા અકસ્માતથી નગરમાં ચર્ચા જામી હતી.

કાબૂ ગુમાવ્યા બાદ બસ ક્યાં અથડાઇ

માંડવીથી   કોટેશ્વર તરફ જઈ રહેલી એસ.ટી. બસના બ્રેક અચાનક જ ખરાબ થયા હતા. પરિણામે બસ સ્ટેન્ડની અંદર ડ્રાઇવરે એકાએક સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, બસ દિવાલમાં ભટકાવી હતી. જેના કારણે લોકોને થતું નુકસાન અટકાવી શકાયું હતું.  આની વચ્ચે ઉભેલા વાહનોને નુકસાન થયું હતું તેમજ દીવાલના પતરાઓને નુકસાન થયું હતું.

ભીડ ન હોવાના લીધે દુર્ઘટનાથી બચી શકાયું

ભરચક રહેતા બસ સ્ટેન્ડમાં રવિવાર હોવાન લીધે તથા રાત્રિનો સમય હોવાના લીધે સંખ્યાબંધ મુસાફરો ન હતા. માત્ર વાહનો પાર્ક હતા તેમના ઉપર બસ ચઢી ગઇ હતી. જો મુસાફરોની સંખ્યા વધારે હોત તો દુર્ઘટનાની ભીતિ હતી.

કયા કારણે બસ ભટકાઇ તેના કારણો જોવાશે

આ બાબતે નખત્રાણા એસટી બસ મથકના ડેપો મેનેજર ગુસાઈને પૂછતા તેમણે કહ્યું કે કયા કારણોસર બસ ભટકાઈ છે તેની ખરાઈ માટે તપાસ કરાવવામાં આવશે.

આ પણ વાંચો: મહીસાગરમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા લાગી આગ: 1નું મૃત્યુ

આ પણ વાંચો: ઘોધના પાણી બન્યા જીવલેણ: ભુજનો યુવાન કડીયા ધ્રોમાં ડૂબ્યો

Back to top button