ટ્રેન્ડિંગનેશનલ

‘રામાયણ લખતા પહેલા વાલ્મિકીનો પણ હતા ગુનાઈત ઈતિહાસ’ કેરળ હાઇકોર્ટે કેમ આપ્યું આવું નિવેદન?

કેરળઃ 4 જુલાઈ 2025: Kerala High Court: કેરળ હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, કોઈ જન્મથી ગુનેગાર નથી હોતું. જસ્ટિસ પી.વી કુનીકૃષ્ણને કહ્યું કે, સમાજની અનેક એવી પરિસ્થિતિ છે જેના કારણે માણસ ગુનેગાર બની જાય છે. તેમણે રામાયણ લખનારા મહર્ષિ વાલ્મિકીનું ઉદાહરણ આપતા કહ્યું કે, તે પણ એક સમયે જંગલના ડાકૂ હતા. જોકે, સપ્તર્ષિઓ સાથે મુલાકાત બાદ તેમનું જીવન બદલાયું અને મહાન ઋષિ બની ગયા.

માણસ જન્મથી ગુનેગાર નથી હોતોઃ જસ્ટિસ કુનિકૃષ્ણન

જસ્ટિસ કુનિકૃષ્ણને કહ્યું કે, વ્યક્તિ બાહ્ય કારણોસર ગુનેગાર બને છે. જેમ કે નાણાંકીય સમસ્યાઓ, સારા શિક્ષણનો અભાવ, બેરોજગારી, ખરાબ કૌટુંબિક વાતાવરણ અને માનસિક સમસ્યાઓ. તેમણે કહ્યું કે, સમાજમાંથી ગુના ઘટાડવા માટે સારા શિક્ષણની જરૂર છે. આ માટે રોજગાર, માનસિક સહયોગ, સામૂહિક પ્રયાસો જરૂરી છે. આનાથી સમાજમાં સુરક્ષિત વાતાવરણ બનશે. જો સમાજ ગુનેગારોને જન્મ આપી શકે છે, તો તે તેમને સુધારી પણ શકે છે.

કોર્ટે કહ્યું કે, ઘણી વખત સમાજમાં લોકો ગુનેગારને તેના ભૂતકાળના કારણે દોષિત ઠેરવતા રહે છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી ગુનેગાર નથી હોતો. સમાજ અને આપણે બધા મળીને એવી પરિસ્થિતિ ઊભી કરીએ છીએ કે લોકો ગુના કરે છે. દરેક વ્યક્તિએ ગુનેગારોને સાચો રસ્તો અપનાવવા માટે પ્રયાસ કરવો જોઈએ.

ન્યાયાધીશે સંભળાવી વાલ્મિકીની કહાણી

કોર્ટે કહ્યું કે, હિન્દુ ગ્રંથ રામાયણ વાલ્મિકી દ્વારા લખાયો હતો જે એક મહાન ઋષિ હતા. પહેલા તેઓ જંગલમાં લૂંટ કરતા હતા. તેઓ લૂંટ કરીને પોતાના પરિવારનું પાલન-પોષણ કરતા હતા. પરંતુ સપ્તર્ષિઓના શબ્દોથી પ્રભાવિત થઈને તેમણે બદલાવ કર્યો અને મહાન ગ્રંથ રામાયણ લખ્યું. તેથી એવું નથી કે ગુનેગાર હંમેશા ગુનેગાર જ રહેશે. જો કોઈ ખોટો રસ્તો છોડીને સાચા માર્ગ પર ચાલે છે, તો તેને તક મળવી જોઈએ.

જસ્ટિસ કુનિકૃષ્ણને બે વર્ષ પહેલાંના પોતાના જ ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે એક હત્યારા રિપર જયનંદનને પણ પેરોલ આપી હતી. તે એક પુસ્તક વિમોચન સમારંભમાં હાજરી આપવા માંગતો હતો. હું એમ નથી કહેતો કે જયનંદન સંપૂર્ણપણે સુધર્યો છે પરંતુ તે સુધારાના માર્ગ પર છે. આ ઉપરાંત, જે લોકોની હત્યા કરવામાં આવી હતી તેમના સંબંધીઓ હજુ પણ સમાજમાં છે. તેથી જ જયનંદન હજુ પણ જેલમાં છે.

આ પણ વાંચોઃ ‘સ્કૂલ મર્જર પહેલા સરવે કરાવ્યો હતો તો રિપોર્ટ આપો…’ હાઇકોર્ટની યુપી સરકારને ફટકાર

આ પણ વાંચોઃ પ્રેગ્નન્સીની ચર્ચા પર Sonakshi Sinhaએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું 

Back to top button