VIDEO: વડોદરામાં લક્ઝરી અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 6 લોકોના મોત, 26થી વધુ ઘાયલ

Vadodara accident: શહેરના કોટમબી સ્ટેડિયમ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6ના મોત થયા છે અને 26થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બાડમેરથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે આગળ ઊભી રહેલી ટ્રકને ટક્કર મારી હતી.
આ ભયાનક દુર્ઘટનામાં અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાસ્થળે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.
ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માતના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.
STORY | 6 killed, 20 injured as bus crashes into truck on highway in Vadodara
Six persons were killed and nearly 20 others injured after a private bus rammed into a parked truck on a highway in Gujarat’s Vadodara district in the early hours of Wednesday, police said.
READ:… pic.twitter.com/XJDhxgd08V
— Press Trust of India (@PTI_News) June 17, 2026
પહેલા પણ આવા અકસ્માતો થયા છે
વડોદરામાં પહેલા પણ આવા અકસ્માતો થયા છે. આ વર્ષે 31 જાન્યુઆરીએ બામણગામ પાટિયા પાસે એક ખાનગી લક્ઝરી બસ ટ્રક સાથે અથડાઈ હતી. બસ ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 20 થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અમરેલીથી સુરત જઈ રહેલી લક્ઝરી બસ ડ્રાઈવરની કથિત બેદરકારીને કારણે ટ્રક સાથે અથડાઈ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટક્કર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ ગંભીર રીતે કચડી ગયો હતો, જેમાં ડ્રાઈવર અંદર ફસાઈ ગયો હતો. કરજણ ફાયર વિભાગની ટીમે ખાસ સાધનોનો ઉપયોગ કરીને ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવા માટે મુશ્કેલ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત નેશનલ હાઈવે 48 પર થયો હતો.
આ પણ વાંચો: G7 સમિટમાં ટ્રમ્પે ઝેલેન્સ્કીને કર્યા ઇગ્નોર? મોદી સાથે કરી મુલાકાત












