ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

અમેરિકા-ચીન વચ્ચે થઇ રહી છે વેપાર સમજૂતિ, મલેશિયામાં તૈયાર થયો ઢાંચો

નવી દિલ્હી, 27 ઓક્ટોબર, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતુ કે તેમની સરકાર ચીનની સાથે એક સારો સોદો કરવા જઇ રહી છે. ટ્રમ્પ ચાલુ સપ્તાહે દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિાયન ચીનના પ્રમુખ શિ જિનપીંગને મળવાના છે. બન્ને દેશોના ટોચના અધિકારીઓના અનુસાર વેપાર સોદાનું ફ્રેમવર્ક લગભગ તૈયાર થઇ ચૂક્યુ છે અને હવે અંતિમ હસ્તાક્ષર બાકી છે. ટ્રમ્પે મલેશિયામાં કહ્યુ કરે મને લાગે છે કે અમે ચીન સાથે એક સોદો કરી રહ્યા છીએ. આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે તેમણે કેટલાંક સમય પહેલા ચીન સાથે સોદો ન થવા પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી.

મલેશિયામાં ચાલી રહેલા ASEAN સમિટ દરમિયાન બંને દેશો વચ્ચેના કરાર માટેના માળખાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે આ સોદો 1 નવેમ્બરથી અમલમાં આવનાર 100% ટેરિફના ભયને ટાળશે, અને TikTokના યુએસ વેચાણ પર અંતિમ કરાર પણ અપેક્ષિત છે. બેસન્ટે ઉમેર્યું હતું કે યુએસ અને ચીન દુર્લભ ખનિજો પર ચીનની નવી નિયંત્રણ નીતિને એક વર્ષ માટે મુલતવી રાખવા સંમત થયા છે. આ ખનિજોનો ઉપયોગ ફાઇટર જેટ, સ્માર્ટફોન અને ઇલેક્ટ્રિક વાહનોમાં થાય છે.

આ કરાર વૈશ્વિક વેપાર યુદ્ધનો અંત લાવશે!

ચીની વેપાર વાટાઘાટકાર લી ચેંગગેંગે કહ્યું, “બંને પક્ષો પ્રારંભિક કરાર પર પહોંચ્યા છે, અને તે હવે અમારી આંતરિક મંજૂરી પ્રક્રિયામાંથી પસાર થશે.” લીએ ઉમેર્યું હતુ કે, “યુએસએ કડક રહ્યું છે ત્યારે આ ચિંતાઓના ઉકેલ શોધવા માટે અમે ખૂબ જ સંપૂર્ણ ચર્ચાઓ અને રચનાત્મક સંવાદ કર્યો છે.” આ કરાર મોટાભાગે વૈશ્વિક વેપાર યુદ્ધના ભયને ટાળે છે. વધુમાં, ટ્રમ્પે મલેશિયામાં બ્રાઝિલના વડા પ્રધાન લુલા સાથે મુલાકાત કરી હતી. યુએસ અને બ્રાઝિલ વચ્ચે પણ એક સોદો થશે તેવી અપેક્ષા સેવાય છે.

આ પણ વાંચોઃ નવેમ્બરની શરૂઆતમાં શુક્ર બદલશે ચાલ, આ ચાર રાશિઓને થશે ધન લાભ

Back to top button