રશિયાના એરબેઝ પર હુમલાનો બદલો! યુક્રેનના શહેરોમાં 300થી વધુ ડ્રોન-મિસાઇલ એટેક

રશિયા, 10 જૂન, 2025: Russia Drone Attack on Ukraine: રશિયાએ યુક્રેન પર વધુ એક મોટો ડ્રોન હુમલો કર્યો છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને કિવ શહેરના અનેક વિસ્તારોને નુકસાન થયું છે. આ ઉપરાંત, પશ્ચિમી બંદર ઓડેસામાં એક પ્રસૂતિ વોર્ડ પર પણ હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ અહીં કોઈ નુકસાન થયું નથી.
યુક્રેન પર ડ્રોન હુમલા
આ હુમલા પહેલા, રશિયાએ સોમવારે (9 જૂન) યુક્રેન પર 500 ડ્રોન-મિસાઇલથી સૌથી મોટો હુમલો કર્યો હતો. રશિયાએ આ કાર્યવાહીને યુક્રેનના હુમલા સામે જવાબી કાર્યવાહી જણાવી. કિવ પર રાતભર થયેલા હુમલામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કિવના સાત જિલ્લાઓમાં રાતભર હુમલા
મળતી માહિતી મુજબ, શહેરના 10 જિલ્લાઓમાંથી સાતમાં અડધી રાત્રે આ હુમલા કરવામાં હતા. કિવ અને યુક્રેનના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે 5 વાગ્યા સુધી હવાઈ હુમલાની ચેતવણી શરૂ હતી. આ ડ્રોન હુમલાઓથી શહેરના રહેણાંક અને બિન-રહેણાંક વિસ્તારોમાં આગ લાગી હતી.
શહેરમાં વિસ્ફોટોના અવાજો, આખી રાત આકાશમાં રોશની
અહેવાલો અનુસાર, કિવના શહેરમાં આખી રાત મોટા વિસ્ફોટો સંભળાયા હતા અને રાત્રિ દરમિયાન થયેલા વિસ્ફોટોને કારણે આકાશ પ્રકાશિત રહ્યું હતું. હુમલામાં શહેરના કેન્દ્રમાં એક ઓફિસ બિલ્ડિંગને પણ ભારે નુકસાન થયું હતું. યુદ્ધ પહેલા આ ઈમારત યુકે વિઝા અરજી કેન્દ્ર તરીકે સેવા આપતી હતી.
યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું હતું કે, રશિયાએ દેશભરમાં કુલ 315 ડ્રોન હુમલા કર્યા હતા, જેમાંથી 277 તોડી પાડવામાં આવ્યા હતા. જો કે, યુક્રેનની સેના અનુસાર, રશિયાએ સાત ડ્રોન તોડી પાડ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરા રક્ષિત અકસ્માત કાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો, પોલીસે 12 લોકોના નિવેદન નોંધી દાખલ કરી ચાર્જશીટ












