ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરા રક્ષિત અકસ્માત કાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો, પોલીસે 12 લોકોના નિવેદન નોંધી દાખલ કરી ચાર્જશીટ

  • રક્ષિત ચોરસિયાએ આમ્રપાલી રોડ પાસે 8 લોકોને અડફેટે લીધા હતા
  • અકસ્માતની આ ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું
  • રક્ષિત 140ની ઝડપે ગાડી ચાલતી હોવાનો થયો ખુલાસો

વડોદરામાં 13 માર્ચની રાત્રે નશો કરી 140ની ઝડપે વોક્સવેગન કાર દોડાવી રક્ષિત ચોરસિયાએ આમ્રપાલી રોડ પાસે 8 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જોકે, કેસમાં કારેલીબાગ પોલીસે છેક હવે જતા ચાર્જશીટ તૈયાર કરી છે, જેને પોલીસ ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરશે.

ચાર્જશીટમાં પોલીસે અમુક મહત્ત્વની વાતનો ઉલ્લેખ કર્યો

આ ચાર્જશીટમાં પોલીસે અમુક મહત્ત્વની વાતનો ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટ અનુસાર, 5 સેકન્ડ સુધી રક્ષિત ચોરસિયાની કારની સ્પીડ 140 હતી. જોકે, ત્યારબાદ કારની મલ્ટી ક્લોઝન બ્રેક એક્ટિવ થઈ જતા કાર ઓટોમેટિક જ ઊભી રહી ગઈ હતી. ચાર્જશીટ મુજબ, રક્ષિતે બ્રેક પર પગ જ નહોતો મૂક્યો. નોંધનીય છે કે, પોલીસે આ કેસ અંતર્ગત મેજિસ્ટ્રેટે 12 સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. મળતી માહિતી મુજબ, શરૂઆતમાં પોલીસ તેના મિત્ર પ્રાંશુ અને સુરેશને સાક્ષી બનાવવાના હતાં, જોકે બંનેએ ડ્રગ્સ લીધું હોવાના રિપોર્ટ પોઝિટિવ આવતા તે સાક્ષી બનવાની યોગ્યતામાં નહતાં તેથી તેમને સાક્ષી ન બનાવાયા.

રક્ષિતના બંને મિત્રો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી

પોલીસે આ મામલે રક્ષિતના બંને મિત્રો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. પોલીસ અકસ્માત સમયનો વીડિયો પણ ફોરેન્સિક તપાસમાં મોકલ્યો હતો. જેનો પણ હવે રિપોર્ટ સામે આવી ગયો છે. હવે આ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવશે અને તેના આધારે કોર્ટની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જાણો શું હતી સમગ્ર ઘટના

હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પુરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 6 સહિત કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: AMCએ 5 વર્ષના સમયમાં રોડ પાછળનો કરેલ ખર્ચનો આંકડો જાણી દંગ રહેશો

Back to top button