ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સનકી યુવકની હવસથી આખું ગામ પરેશાન, વૃદ્ધ મહિલા, દિવ્યાંગ મહિલા અને પશુઓ સાથે અશોભનીય હરકતો

Ujjain News: મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાંથી શરમજનક ઘટના સામે આવી છે. જિલ્લાના ઈન્દોર રોડ પર આવેલા નવાખેડા ગામમાં એક 22 વર્ષીય યુવકના કૃત્યોને કારણે આખું ગામ પરેશાન થયું છે. પરિણામે ગામલોકોએ પંચાયત કરીને તેને ગામમાંથી બહાર કાઢી મૂક્યો છે.

માહિતી મુજબ સંદીપ નાથ નામના આ યુવકે અનેક ગેરકાયદેસર અને અયોગ્ય હરકતો કરી છે. પહેલા તેણે એક મહિલાને નિશાન બનાવી તેની સાથે અયોગ્ય વર્તન કર્યું. ત્યારબાદ તેણે પશુઓ સાથે પણ અશોભનીય વર્તન કર્યું હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, ગઈ રાત્રે તેણે 70 વર્ષીય વૃદ્ધ મહિલાને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. મહિલા કોઈ રીતે પોતાનું રક્ષણ કરીને પાડોશીના ઘરે પહોંચી ગઈ હતી.

શું છે આખો મામલો?

આ મામલે પીડિત વૃદ્ધ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા મુજબ, તે રાત્રે અંદાજે 12:30 વાગ્યે પોતાના ઘરની બહાર મચ્છરદાનીમાં સૂઈ રહી હતી. ત્યારે એક યુવક ત્યાં આવ્યો અને તેનું મોં તથા ગળું દબાવી દીધું અને કપડાં ફાડી નાખ્યા. મહિલાએ વિનંતી કરી કે “હું તારી માતા સમાન છું, આવું ના કર”, છતાં આરોપીએ તેની વાત સાંભળી નહીં અને તેની સાથે અયોગ્ય વર્તન કર્યું. કોઈ રીતે મહિલા પલંગ પરથી ઉતરીને પોતાનો જીવ બચાવી અને પાડોશીના ઘરે પહોંચી ગઈ. ત્યાં તેણે ચીસો પાડી મદદ માંગી. પાડોશીઓએ તેને કપડાં પહેરાવ્યા અને બાદમાં જાણવા મળ્યું કે આ કૃત્ય કરનાર યુવક ગામનો જ સંદીપ નાથ છે.

પોલીસે અત્યાર સુધી શું કાર્યવાહી કરી?

આ મામલે નાનાખેડા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 74, 76 અને 331(4) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, યુવકની આ હરકતોને ધ્યાનમાં રાખીને ગામના સરપંચે પંચાયત બોલાવી હતી. આરોપી યુવકના સમાજના લોકો પણ તેમાં હાજર રહ્યા હતા. પંચાયત દ્વારા નિર્ણય લેવાયો કે આ યુવકને ગામમાંથી બહાર કાઢવામાં આવે અને તેના સાથે સામાજિક બહિષ્કાર (હુક્કા-પાણી બંધ) કરવામાં આવે.

આ મામલે એસપી પ્રદીપ શર્માએ જણાવ્યું કે ફરીયાદી નવાખેડા ગામની છે. તેની ફરિયાદના આધારે આરોપી સંદીપ નાથ વિરુદ્ધ કેસ નોંધાઈ ગયો છે અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ કેસ દૂષ્કર્મના પ્રયાસ અને અશ્લીલ હરકતો સંબંધિત કલમોમાં નોંધાયો છે. આરોપીનો અગાઉથી પણ ગુનાહિત રેકોર્ડ હોવાનું સામે આવ્યું છે. હવે તેની સામે જિલ્લા બદર (જિલ્લાથી બહાર કાઢવાની) કાર્યવાહી પણ કરવામાં આવશે.

યુવકને ગામમાંથી બહાર કાઢવામાં આવશે

માહિતી મુજબ આરોપી યુવક નાથ સમાજનો છે. ગામમાં યોજાયેલી પંચાયતમાં નાથ સમાજના પ્રમુખ રમેશ નાથ પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે યુવકે મહિલાઓ અને પશુઓ સાથે અશોભનીય હરકતો કરી છે, તેથી તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. હવે તેને ગામમાં રહેવા પણ દેવામાં નહીં આવે. પંચાયત બોલાવનાર સરપંચ નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે આરોપી સંદીપ નાથ બદમાશ છે અને દારૂ પીને ગેરવર્તન કરતો હતો. અગાઉ પણ મહિલાઓ અને પશુઓ સાથે અયોગ્ય હરકતો કરવાના બનાવો સામે આવ્યા હતા. પંચાયતના સભ્યોએ સહમતીથી નિર્ણય કર્યો છે કે તેને ગામમાંથી બહાર કાઢવામાં આવશે.

આ પણ વાંચો: ‘પહેલી વાર કોઈએ સુનાવણીમાંથી ખસી જવાનું કહ્યું…’, જસ્ટિસ સ્વર્ણ કાંતાએ કેજરીવાલની દલીલ પર નિર્ણય અનામત રાખ્યો

Back to top button