આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

UBSએ ભારતીય ક્રેડિટ સ્યુઇસમાં મર્જર પ્રક્રિયા પૂર્ણ કરી

મુંબઇ, 2 એપ્રિલ, 2025: ભારતમાં સ્થિત UBS બિઝનેસ સોલ્યુશન્સ સાથે ક્રેડિટ સ્યુઇસ સર્વિસ કંપની સાહસોની મર્જરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે એમ UBS ગ્રુપે જણાવ્યુ હતું. નોંધનીય છે કે સ્વીસ ધિરાણકર્તાએ ક્રેડિટ સ્યુઇસના સંપાદનને પગલે પોતાના સંકલિતતાના પ્રયાસો સતત રાખ્યા હતા.

ક્રેડિટ સર્વિસ (ઇન્ડિયા), ક્રેડિ સ્યુઇસ બિઝનેસ એનાલિટીક્સ (ઇન્ડિયા) અને ક્રેડિટ સ્યુઇસ સર્વિસીઝ એજી, પૂણેને UBS બિઝનેસ સોલ્યુશન્સ (ઇન્ડિયા)માં ભેળવી દેવામાં આવ્યા છે, આમ આ સંકલનને કારણે 24,000 જેટલા કર્મચારીઓ એક જ માળખા હેઠળ આવી જશે.

મે 2023માં શરૂ થયેલા આ મર્જર (વિલીનીકરણ)માં મુંબઈ અને પૂણેમાં ક્રેડિટ સુઈસના શેર્ડ સર્વિસ ઓપરેશન્સનો સમાવેશ થતો હતો. UBSએ 2023માં ક્રેડિટ સુઈસનો કબજો લીધો હતો, જે 2008ના વૈશ્વિક નાણાકીય કટોકટી પછીનું સૌથી મોટું બેંક વિલીનીકરણ હતું, જે સ્વિસ સરકાર દ્વારા ક્રેડિટ સુઈસના પતનને ટાળવા માટે આયોજિત પગલું હતું.

બેંકે જણાવ્યું હતું કે, ભારત UBS માટે સૌથી મોટા સ્થાનોમાંનું એક છે, જે બેંકના વૈશ્વિક કાર્યબળના આશરે 16% હિસ્સો ધરાવે છે, જેમાં 110,000થી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

UBSને અપેક્ષા છે કે આ સંકલન તેની વૈશ્વિક હાજરીને મજબૂત બનાવશે અને વધુ સહયોગ અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે મંચ સ્થાપિત કરશે, એમ એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ડીસામાં 21 મજૂરોના ચિથડા ઉડ્યા, મધ્ય પ્રદેશના આ બે ગામમાં માતમ છવાયો, પરિવારના લોકો જુએ છે મૃતદેહની રાહ

Back to top button